સિંગવડમાં આરોડા તથા જેતપુરમાં આર.ટી.આઈ હેઠળ માહિતી પૂરી પાડવામાં તંત્રના ઠાગાઠૈયા..
સીંગવડ તા. ૧૯
સિંગવડ તાલુકાના ગ્રુપ ગ્રામ પંચાયત આરોડા તથા જેતપુરના અરજદારો દ્વારા માહિતી અધિકારમાં માહિતી માંગ્યાના છ થી સાત મહિના થવા આવ્યા છતાં આજ દિન સુધી માહિતી નહીં આપવામાં આવતા અરજદારો દ્વારા ગાંધીનગર સુધી રજૂઆત કરવામાં આવી સિંગવડ તાલુકાની ગ્રુપ ગ્રામ પંચાયત આરોડા જેતપુરના અરજદારો પરમાર ગણપતભાઈ તથા જેતપુર ગામના ડામોર પ્રવિણભાઈ દ્વારા ગ્રુપ ગ્રામ પંચાયત કચેરી આરોડા ના તલાટી કમ મંત્રીને 20 12 2023 ના રોજ આરોડા તથા જેતપુર ગામમાં થયેલા સરકારી કામો ગ્રામ પંચાયતના ઠરાવ અને કામો ની વિગત માટે માહિતી અધિકાર અધિનિયમ 2005 હેઠળ માહિતી માંગવામાં આવી હતી પરંતુ આજ દિન સુધી માહિતી મળેલ નથી જ્યારે આ માહિતી નહીં મળતા તેમને તાલુકા વિકાસ અધિકારીને 8 2 2024 ના રોજ તલાટી કમ મંત્રી દ્વારા માહિતી અધિકારની માહિતી નહીં અપાતા તાલુકા વિકાસ અધિકારીને પણ એક અરજી આપવામાં આવી હતી તેનો પણ અરજદારને જવાબ નહીં મળતા તારીખ 16 02 24 ના રોજ 12 કલાકે તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા વિકાસ અધિકારી ની સુનાવણી એપ્લેટ ઓથોરિટી અને તાલુકા વિકાસ અધિકારી સિંગવડ તાલુકા પંચાયત ખાતે રાખવામાં આવી હતી તેમાં પણ આ માહિતી નહીં મળતા પરમાર ગણપતભાઈ ગામ અરોડા દ્વારા ગાંધીનગર રજીસ્ટર શ્રી ગુજરાત માહિતી આયોગ કર્મયોગી ખાતે અરજદાર દ્વારા અરજી કરવામાં આવી હતી જ્યારે ગાંધીનગર રજીસ્ટર ગુજરાત માહિતી આયોગ ગાંધીનગર દ્વારા સિંગવડ તાલુકા વિકાસ અધિકારી તથા તલાટી કમ મંત્રી ગ્રામ પંચાયતને 6 4 2024 ના રોજ મોકલી આપી અરજદાર ગણપતભાઈ વીરસીંગભાઇ પરમારને તાત્કાલિક ધોરણે માહિતી આપવા જણાવ્યા છતાં આજ દન સુધી આ માહિતી નહીં આપવામાં આવતા અરજદાર દ્વારા કરેલી સરકાર દ્વારા આવી જે જાહેર માહિતી અધિકારનો જે અમલ કરવા માટે જે નિયમ બનાવવામાં આવ્યો તે નિયમ છે પરંતુ સરકારી તંત્રના અધિકારી દ્વારા માહિતી નહીં અપાતા આ જે માહિતી અધિકાર નો જે કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે તેનો શું મતલબ જ્યારે સરકાર દ્વારા લોકો રૂપિયા ખર્ચીને માહિતી માંગતા હોય અને તેમને માહિતી છ છ મહિના સુધી નહીં અપાતી હોય તો પછી તે માહિતી અધિકારમાં માહિતી માંગવાનો શું મતલબ જ્યારે સરકાર દ્વારા 30 દિવસમાં જે માહિતી અધિકાર દ્વારા માહિતી માંગવામાં આવે છે તે આપવાનું હોય છે પરંતુ સરકારી તંત્ર દ્વારા મહિનાઓ સુધી માહિતી આપવામાં નથી આવતી જ્યારે અરજદારો પરમાર ગણપતભાઈ તથા ડામોર પ્રવીણભાઈ દ્વારા જે માહિતી અધિકારમાં જે મુદ્દા સાથે અરજી કરવામાં આવી છે તેમને જાહેર માહિતી અધિકાર મળશે ખરી કે પછી અરજદારોને ધોયેલા મોઢા જેમ બેસી રહેવું પડશે તેવું અરજદારોમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે જ્યારે સરકાર દ્વારા જે માહિતી અધિકારના અરજદારો ને માહિતી માંગવામાં આવી છે તે માહિતી અપાડવામાં મદદ કરશે ખરી તે તો આવનાર સમાજ બતાવશે..