ભીલ પ્રદેશની માંગ સાથે ગરબાડા તાલુકા ભીલ પ્રદેશ મુક્તિ મોરચાએ મામલતદારને આવેદન પાઠવ્યું.. 

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ભીલ પ્રદેશની માંગ સાથે ગરબાડા તાલુકા ભીલ પ્રદેશ મુક્તિ મોરચાએ મામલતદારને આવેદન પાઠવ્યું.. 

ગરબાડા તા. ૧૫

ગરબાડા તાલુકામાં ભીલપ્રદેશ મુક્તિ મોરચા દ્વારા ગરબાડા મામલતદારને રાષ્ટ્રપતિને સંબોધીને આવેદન એનાયત કર્યું હતું. અપાયેલાં આવેદનમાં આદિવાસી સમાજ આદિવાસી વિસ્તારને ભીલ પ્રદેશ તરીકે વિક્ષિત કરવામાં આવે. અને વર્ષો પહેલા પણ 19મી સદીમાં આઝાદી પહેલા પણ સતી સુરમલ અને ગોવિંદ ગુરુ દ્વારા પણ ભીલરાજની માંગણીઓ કરી હતી. જ્યારે રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહાષ્ટ્રમાં વસવાટ કરતા વિસ્તારોને 1844માં ભીલ કન્ટ્રી તરીકે અંગ્રેજો દ્વારા પરિભાષિત કરવામાં આવ્યો હતો. આદિવાસી સમાજ અલગ રાજ્યની માંગ કરાઇ હતી. જેથી વૈચારિક અને ભૌગોલિક રીતે ભીલ પ્રદેશ દ્વારા અલગ ભીલ પ્રદેશ રાજ્યની માંગ માંગ કરવામાં આવી રહી છે

Share This Article