Sunday, 08/09/2024
Dark Mode

થાળા સંજેલીમાં મધ્યાન ભોજન સંચાલકની ભરતીમાં 2 લાખ લઇ ભરતી કરવા ઓડિયો ક્લિપ વાયરલ.

July 7, 2024
        2622
થાળા સંજેલીમાં મધ્યાન ભોજન સંચાલકની ભરતીમાં 2 લાખ લઇ ભરતી કરવા ઓડિયો ક્લિપ વાયરલ.

મહેન્દ્ર ચારેલ :- સંજેલી 

થાળા સંજેલીમાં મધ્યાન ભોજન સંચાલકની ભરતીમાં 2 લાખ લઇ ભરતી કરવા ઓડિયો ક્લિપ વાયરલ.

સંજેલીમાં મધ્યાન ભોજન સંચાલક ની ભરતી માં બે બે લાખ બોલાયા.

સંચાલકની ભરતીમાં અભ્યાસનું નહીં પણ પૈસાનું મેરીટ થી ભરતી કરાઈ હોવાનો ઓડિયો ક્લિપ વાયરલ.

સંજેલી તા.07

સંજેલી તાલુકામાં મધ્યાન ભોજન સંચાલકની ભરતીમાં અભ્યાસનું નહીં પણ પૈસાનું મેરીટ થી ભરતી કરાઈ હોવાનું સ્પષ્ટ ઓડિયો ક્લિપના આધાર એ કહી શકાય છે.સંચાલકની ભરતી કરી ઓર્ડર આપવા માટે બે-બે લાખ બોલાય અને કેટલાકને તો સેટિંગ કરી દીધું છે અને તારું પણ થઈ જશે? જ્યાં સુધી તું જીવે ત્યાં સુધી તારે શાંતિ થઈ જશે? સંજેલી સંચાલક સરકારી દુકાનદાર જોડે વાત થઈ ગઈ છે? સદગુણા જોડે અને મામલતદાર જોડે પણ વાત થઈ ગઈ છે તારી આગળ છે તેના પોણા બે ની વાત થઈ છે હજી હુકમ નથી થયા? કાલે અમે કલ્યાણ પૂરા વાળી નું સેટ કર્યું નાયબ મામલતદાર જવાબ લઈ આવ્યો છે? આતો બધુ પૈસા નું ચાલે છે આ બાબતનો ઓડિયો ક્લિપ વાયરલ થતા સંજેલી તાલુકામાં ખડબડાટ મચી જવા પામી છે. આ ભરતી કૌભાંડ હોવાનો ઓડિયો ક્લિપ વાયરલ આ બાબતે શું યોગ્ય કાર્યવાહી થશે?સંજેલી તાલુકા ની થાળા સંજેલી મધ્યાન ભોજન કેન્દ્ર 70 માં સંચાલકની ભરતીમાં નિયમોને નેવે મૂકી અન્ય મહિલાને ભરતીનો ઓડર આપી દેતા થાળાના ગ્રામજનોનો આક્ષેપ પણ થયો હતો.ભરતી માટે બે લાખની માંગણી કરાઈ હોવાનો ઓડિયો વાયરલ.સંજેલી તાલુકા ની મધ્યાન ભોજન કેન્દ્રમાં સંચાલકની ખાલી પડેલી જગ્યા માટે 12 જુના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું જેમાં થાળા સંજેલી ગામની બામણીયા ચંપાબેન માનસિંગભાઈ,તાવીયાડ કાંતાબેન દિનેશ નિસરતા અમૃતાબેન લક્ષ્મણભાઈ એમ ત્રણ વિધવા મળી લગભગ 11 જેટલા સંચાલક માટે ફોર્મ ભરાયા હતા. અન્ય વ્યક્તિને ઓર્ડર આપી દેતા સંજેલી મામલતદાર કચેરી ખાતે ગ્રામજનો દ્વારા હોબાળો અને ખોટા ઓર્ડર થયા હોવાનો ગ્રામજનો,સરપંચનો, તાલુકા સભ્યનો આક્ષેપો પણ કરાયા હતો.ભરતી પ્રક્રિયામાં ખોટું કર્યું છે તેમ કહી ગ્રામજનો અને અધિકારીઓ વચ્ચે તું તું મેમેં ના દ્રશ્યો પણ સર્જાયા હતા. નિયમ પ્રમાણે ભરતી કરવા અને મેરીટ લીસ્ટ મુકવા માટે તેમજ મેરીટ લીસ્ટ કેમ બોર્ડ પર મૂકવામાં નથી આવ્યું હોવાના પણ આક્ષેપો કરાયા બાદ ન્યાય માટે ગામની વિધવા નિસરતા અમૃતાબેન લક્ષ્મણભાઈ દ્વારા સંજેલી મામલતદારને લેખિત રજૂઆત પણ કરી હતી. અમૃતાબેન લક્ષ્મણ નિસરતા જોડે બે લાખની માંગણી પણ કરાઈ હતી તે બાબતનો ઓડિયો ક્લિપ વહાર્ટસપપ ગ્રુપમાં વાયરલ થતા ચકચાર મચી જવા પામી છે. આ સંચાલકની ભરતીમાં કૌભાંડ થયું હોવાનું પણ જોવાઈ રહ્યું છે.શું આ બાબતે યોગ્ય તપાસ થશે કે શું કે પછી ભીનું સંકેલાશે?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!