ઈલિયાશ શેખ :- સંતરામપુર
સંતરામપુર હાટ બજારમાં કુકડા વેચવા આવતા વેપારીઓ પાસેથી એપીએમસી દ્વારા ટેક્સની વસુલાતથી વેપારીઓમાં નારાજગી…
સંતરામપુર મંગળવાર હાટમાં કુકડા વેચવા આવતા વેપારી પાસેથી એપીએમસી એક કુકડા પાછળ પાંચ રૂપિયા ટેક્સ વસૂલ કરવામાં આવે છે.
સંતરામપુર તા. ૨
સંતરામપુર તાલુકાના આજુબાજુના ગામડાના કુકડા પશુઓનું ઉછેર કરીને સંતરામપુર હા ટ બજારમાં તેનું વેચાણ કરવા માટે આવતા હોય છે સુખસર આ ફ વા ઝાલોદ ફતેપુરા હીરાપુર તમામ જગ્યાએથી ગામડાના લોકો નું વેચાણ માટે આવતા હોય છે એપીએમસી ના નિયમ મુજબ એક વ્યક્તિ દીઠ પાંચ રૂપિયા લેવાના હોય છે પરંતુ નંગ મુજબ તેની સંખ્યા મુજબ ખોટી રીતે એક કોટડા પર પાંચ રૂપિયા ટેક્સ લગાવવામાં આવી રહ્યો છે અને વસૂલાત કરવામાં આવી રહ્યું છે ખરેખર તો ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એપીએમસીનું માર્કેટ ઘણા વર્ષોથી ખંડેર જોવા મળી આવેલું છે અને બંધ હાલતમાં છે ખરેખર તો તેમને એક્સ વસૂલાત કરવાનો અધિકાર જ નથી અત્યારે મંગળવારના હાટ બજારમાં ગોધરા બગડો બસ સ્ટેન્ડ વિસ્તારમાં નગરપાલિકા વિસ્તારની અંદર રોડ ઉપર જ કુકડાઓ અને પશુઓનું વેચાણ કરતા હોય છે
તેમ છતાં તેમની પાસેથી ટેક્સ વસૂલ કરવામાં આવતો હોય છે પશુઓ લઈને આવતા વેપારીઓને આજદિન સુધી એપીએમસીના તરફથી કોઈપણ પ્રકારની સુવિધા પૂરી પાડવામાં આવેલ નથી કે તેમને લાભ આપવામાં આવેલ નથી તેમ છતાંય તેમની પાસે ટેક્સ વસૂલ કરવામાં આવી રહ્યો છે વ્યાપારીઓ પાસેથી પૂછતા માહિતી મળી કે અમારે સુખસર ઝાલોદ દરેક વિસ્તારોમાં વેચાણ કરવા બેસીએ ત્યારે પાંચ રૂપિયા ફક્ત ફી વસુલક કરવામાં આવી રહી છે અહીંયા તો અમે સંતરામપુરમાં જેટલી પણ કૂકડાની સંખ્યા લાવીએ એટલે ગણતરી મારીને અમને પાવતી આપી દે છે અને અમારી પાસેથી ખોટી રીતે ટેક્સ વસુલાત કરે છે ઘણીવાર અમારી પાસે માંડ ભાડું ખર્ચીને આવતા હોય છે અમારી પૈસા ના હોય તો ચમ છતાંય બળજબરીથી પાવતી આપીને રકમની વસુલાત કરતા હોય છે અમારી પાસે ખોટો ટેક્સ વસુલાત કરાય છે.