લીમડીની વિવિધ શાળાઓમાં આંતરરાષ્ટ્રીય 10 માં યોગ દિવસની ઉજવણી કરાઈ.
દાહોદ તા. ૨૧
વન્ડર ફુલ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત, જીવન જ્યોત વિદ્યાલય લીમડી.શ્રીમતી આર એમ દેવડા માધ્યમિક સ્કુલ લીમડી તેમજ લિટલ માસ્ટર ઈંગ્લિશ મીડિયમ સ્કૂલ લીમડીમાં પટાંગણમાં શાળાના ઉપપ્રમુખ અમિતકુમાર દેવડાના અધ્યક્ષ સ્થાને આચાર્ય કુલદીપ મોરીના નેતૃત્વ હેઠળ તેમજ શિક્ષકમિત્રોના આયોજન મુજબ ૧૦ મો વિશ્વ યોગ દિવસ*ઉજવવામાં આવ્યો હતો જેમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ તેમજ શિક્ષક મિત્રોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. મીનેશભાઈ પલાસ દ્વારા સૌ પ્રથમ હળવી કસરત કરી યોગની શરૂઆત કરવામાં આવી હતી.ત્યારબાદ બેકગ્રાઉન્ડ મ્યુઝિક સાથે ઉભાદાવ,બેઠકદાવ,પીઠ પર સૂતા દાવ, શરીરે ચત્તા સુઈને કરવામાં આવતા તમામ આસનો કરવામાં આવ્યાં સાથે સાથે વિવિધ પ્રાણાયામ, મુદ્રાઓ, ૐ ઉચ્ચારણ,ઉરક,રેચક,કુંભક,તેમજ શ્વાસોશ્વાસના નિયમન વિશે બાળકોને સહઅભ્યાસથી માહિતગાર કરવામાં આવ્યાં. અંતે કૈલાસબેન ડામોર દ્વારા ૨૦૨૪ ની યોગ થીમ “સ્વયં અને સમાજ માટે યોગ” વિશે માહિતી આપી હતી જેમાં યમ, નિયમ, આસન, પ્રાણાયામ, પ્રત્યાહાર, ધ્યાન, ધારણા અને સમાધિનો સમાવેશ થાય છે. યોગના સાચા અભ્યાસથી વ્યક્તિ શારીરિક-માનસિક તંદુરસ્તી મેળવે છે તથા આધ્યાત્મિક અનુભવ દ્વારા પરમ શાંતિનો અનુભવ કરે છે. આમ, યોગ એ બીમારીઓ સામે એક કવચનું કામ કરે છે. યોગાસનો અને પ્રાણાયામના અભ્યાસથી બાળકોની શારીરિક અને માનસિક શક્તિમાં વધારો, શરીરમાં લોહીનું પરિભ્રમણમાં વધારો, આત્મવિશ્વાસમાં તથા ગ્રહણશક્તિ અને ધ્યાન કેન્દ્રિત કરવાની શક્તિમાં પણ વધારો થાય છે.અંતે વિશ્વ શાંતિપાઠ અને વિશ્વમંગલ યાચના કરી કાર્યક્રમની પૂર્ણાહૂતિ કરવામાં આવી.