
રાહુલ ગારી :- ગરબાડા
ગરબાડા પોલીસની મહેનત રંગ લાવી, પરિવારથી વિખૂટા પડેલા અસ્થિર મગજના યુવકને અને બાળકીને તેના પરિવાર સાથે મિલન કરાવ્યું.
ગરબાડા તા. ૨૭
ગરબાડા આઝાદ ચોક વિસ્તારમાં એક અસ્થિર મગજનો યુવક અને તેની સાથે નાની ચાર વર્ષની બાળકી મળી આવી હતી. જેને સ્થાનિક લોકો દ્વારા પૂછપરછ કરવામાં આવી હતી પરંતુ તે અસ્થિર મગજનો યુવક પોતાનું નામ કે સરનામું જણાવી શકતો ન હતો જેથી સ્થાનિક લોકો દ્વારા ગરબાડા પોલીસને જાણ કરવામાં આવી હતી ગરબાડા પોલીસ દ્વારા આ અસ્થિર મગજના યુવકને તેના પરિવાર સાથે મિલન કરાવવા માટે તપાસનો ધમધમાટ આરંભ કર્યો હતો. ગરબાડા પોલીસે સોશિયલ મીડિયા તેમજ ટેકનિકલ સોર્સના આધારે અસ્થિર મગજના યુવક અને બાળકીને પરિવારસાથે મિલન કરાવ્યું હતું. જેમાં પોલીસ દ્વારા તેમના પરિવારને કઈ રીતે વિખુટા પડ્યા તે પૂછતા તેમના પરિવારના લોકો દ્વારા જણાવ્યું હતું કે તેઓ બે દિવસ અગાઉ મધ્યપ્રદેશના બાબા ડુંગર ખાતે દર્શન કરવા માટે ગયા હતા જ્યાં તેઓ બીજી ગાડીમાં ચડી જતા ગુમ થયા હતા. તેઓને રાત્રિના સમયે તેમજ બીજા દિવસે સવારના સમયે ગોતવા માટે ગયા હતા પરંતુ તેઓની ભાળ ન મળી હતી. પરંતુ ગરબાડા પોલીસે કરેલી મહેનતના કારણે અસ્થિર મગજનો યુવક તોલુભાઈ દલસિંગભાઈ તેમજ ચાર વર્ષની છોકરી પ્રિયંકાબેન લલ્લુભાઈ બારીયા જે રહે બાવડી મધ્ય પ્રદેશ નાં હોવાનું સામે આવતા પોલીસે પરિવાર સાથે કાગળો કરીને પરિવાર સાથે પુન.મિલન કરાવતા પરિવારમાં ખુશી વ્યાપી જવા પામી હતી.