
બાબુ સોલંકી :- સુખસર
ફતેપુરા તાલુકાના આફવા વાલ્મિકી વાસ ખાતે શ્રી રામ દરબાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો
સુખસર તા. ૨૪
ફતેપુરા તાલુકાના આફવા ખાતે આવેલ વાલ્મિકી વાસ ખાતે આજરોજ શ્રી રામ દરબાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવવામાં આવ્યો હતો.જેમાં વાલ્મિકી સમાજ સહિત અન્ય હિન્દુ સમાજના શ્રદ્ધાળુ ભક્તો વિશાળ સંખ્યામાં હાજર રહી શ્રી રામ દરબાર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો લાભ લીધો હતો. આગામી 27 એપ્રિલ 2024 ના રોજ રાત્રિના 8:00 કલાકે ગોપાલભાઈ સાધુના કંઠે લોક ડાયરાનું આયોજન પણ કરવામાં આવેલ છે. જેમાં શ્રદ્ધાળુ ભક્તોને પધારવા જાહેર આમંત્રણ પણ આપવામાં આવેલ હોવાનું જાણવા મળે છે.