ફતેપુરા પોલીસે મોડી રાત સુધી મોટા અવાજે ડી.જે. વગાડતા 3 લોકોની અટકાયત કરી, ડી.જે સાઉન્ડ જપ્ત કર્યા
દાહોદ તા.19
ફતેપુરા પોલીસે તાલુકામાં ગેરકાયદેસર મોડી રાત સુધી ડીજે વગાડનાર લોકો સામે લાલ આંખ કરી છે, ત્રણ ડીજે સાઉન્ડ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ફતેપુરા તાલુકા મથક સહીત ગ્રામ્ય પંથકમાં મોડી રાત્રી સુધી લગ્ન પ્રસંગમાં લાઉડ સ્પીકર વગાડી ઘોંઘાટ સર્જનારા ડી.જે. ઓપરેટર અને સાઉન્ડ ઓપરેટરો સામે પોલીસ તંત્રે લાલ આંખ કરી છે, અને જુદા જુદા ત્રણ સ્થળોએ થી ત્રણ જેટલાં ડી.જે. સાઉન્ડ સિસ્ટમ સાથે ત્રણ શખ્સોની અટકાયત કરી હતી.
ફતેપુરા તાલુકામા રાત્રીના દસ વાગ્યા પછી લગ્ન પ્રસંગમા સરકારના નિયમોને નેવે મુકીને મોટા અવાજે વાગતા હોય છે, જે અંગેની અનેક ફરીયાદો ફતેપુરા પોલીસને મળતી હોય છે, જેના આધારે ફતેપુરા પોલીસ વિવિધ ત્રણ જેટલી જગ્યાએ તપાસ હાથ ધરી હતી અને ત્રણ જેટલાં ડી.જે સંચાલકો સહીત ડીજે ના સ્પીકરો સહીત ડીજે ની ગાડી જપ્ત કરી ધ્વનિ પ્રદુષણ નિયમ મુજબ કાર્યવાહી હાથ ધરી હતી. ત્યારે હાલમાં લગ્નની સીઝન ચાલતી હોવાથી ફતેપુરા તાલુકા ના અનેક ગામડાઓમા ડી.જે. સાઉન્ડ વગાડી ઘોંઘાટ સર્જતા હોવાની ફરિયાદ પોલીસ ને મળી હતી. જે ફરિયાદના અનુસંધાને ફતેપુરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે. બી. તડવી ની આગેવાની હેઠળ જુદી જુદી પોલીસ ટીમોનેબનાવી સમગ્ર ફતેપુરા તાલુકા પોલીસ સ્ટેશન હેઠળના વિસ્તારમાં તપાસ માટે કાર્યરત કરી દેવામા આવી છે, અને ફતેપુરા નગર સહીત ગ્રામ્ય વિસ્તાર મા અલગ અલગ ત્રણ સ્થળોએ મોડી રાત્ર સુધી ડી.જે. વગાડતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરી છે.