કલ્પેશ શાહ :- સિંગવડ
સિંગવડ તાલુકાના ઘણા ગામડાઓમાં પ્રાઇવેટ મોબાઈલ કંપનીઓના નેટવર્કમાં ધાંધિયા
સીંગવડ તા. ૮
સિંગવડ તાલુકાના ઘણાં ગામડાઓ માં પ્રાઇવેટ કંપનીના મોબાઈલના નેટવર્કના ધાંધિયાના લઈ ગામડાના લોકોને મોબાઇલ ટાવરનો સંપર્ક નહીં થતાં તેમને 108 જેવી સુવિધા તથા પોલીસને લગતી સુવિધા થી વંચિત રહી જતા હોય છે જ્યારે તેમના ઘણા કામો રખડી જતા હોય છે જ્યારે કેન્દ્ર સરકાર દ્વારા બધી જ વસ્તુઓ મા ઓનલાઇન કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે પરંતુ સિંગવડ તાલુકાના ઘણા ગામડાઓમાં મોબાઈલ નેટવર્ક નહીં મળતા લોકોને અટવાવવા નો વારો આવ્યો છે જ્યારે પ્રાઇવેટ કંપનીના મોબાઈલ નેટવર્કમાં પણ 5જી ની સ્પીડ લાવવામાં આવી છે પરંતુ સિંગવડ તાલુકાના ગામડાઓમાં નેટવર્ક નહીં પકડાતા 5જી નાં રૂપિયા ખર્ચેલા મોંઘા પડતા હોય તેમ લાગી રહ્યું છે જ્યારે ઘણી વખત તો મોબાઈલના ટાવર ઘરમાં નહીં પકડાતા હોવાના લીધે ઘણા ગ્રાહકોને ઘરની બહાર કે ડુંગરા પર ચડીને વાત કરવા માટે મજબુર થવું પડતું હોય છે જ્યારે ઘણા ગામોમાં તો વાત થતી નથી પરંતુ મોબાઈલ ગ્રાહકોને દર મહિને રિચાર્જ કરાવવુ પડતું હોય છે અને તે રિચાર્જના રૂપિયા મોબાઇલ નહીં લાગતા પાણીમાં જતા હોય તેમ લાગી રહ્યું છે જ્યારે આ મોબાઇલ નેટવર્ક માટે વારંવાર રજૂઆત કરવા છતાં પ્રાઇવેટ કંપની ના કર્મચારીઓ દ્વારા મોબાઈલ નેટવર્ક માટે કશું પણ એક્શન લેવામાં આવી રહ્યું નથી જ્યારે મોબાઈલ ગ્રાહકો માટે જે રિચાર્જ કરવા માટે તેમના રૂપિયા ખર્ચવામાં આવે છે તે હિસાબે તેમને નેટવર્ક મળે અને નેટ પણ મળે તો તે રૂપિયા ખર્ચેલા ગ્રાહકોને ઊગી નીકળે તેમ છે માટે આ પ્રાઇવેટ કંપનીના મોબાઈલ નેટવર્ક માટે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા મોબાઈલનું નેટવર્ક ગામડાઓમાં મળી રહે તે માટે મોબાઈલ ધારકોની માંગ ઉઠવા પામી છે