કલ્પેશ શાહ :- સિંગવડ
સિંગવડના ભમરેચી તથા રત્નેશ્વર મહાદેવ મંદિરે મહાશિવરાત્રીનો મેળો યોજાયો .
સિંગવડમાં મહાશિવરાત્રીના દિવસે ખુબ દૂર દૂર થી ભક્તોમાં ભમરેચી તથા રત્નેશ્વર મહાદેવના દર્શન કરવા આવતા હોય તે દિવસે મેળો ભરાતો હોય છે
સીંગવડ તા. ૯
સિંગવડ માં મહાશિવરાત્રીનો મેળો વર્ષોથી ભરાતો આવ્યો છે જ્યારે બારીયાના રાજા રજવાડા વખતથી માં ભમરેચી તથા રત્નેશ્વર મહાદેવ મંદિરે આરતી પૂજા કરવામાં આવતી હતી અને મહાશિવરાત્રીના દિવસે તે સમયથી મેળો ભરાતો આવ્યો હોય ત્યારે શિવરાત્રીના મેળામાં ખૂબ દૂર દૂર થી ભક્તો દર્શન કરવામાં આવતા હોય છે અને આ ભક્તો માટે આસ્થા નું કેન્દ્ર હોય છે જ્યારે માં ભમરેચી મંદિર તથા રત્નેશ્વર મહાદેવ નું મંદિર કબુતરી નદીના કિનારે આવેલું હોય અને ડુંગરા ની વચ્ચે આવેલ હોય ત્યારે તેનું રમણીય સ્થળ ખૂબ જોવાલાયક હોય છે જ્યારે જેના લીધે ભક્તોને દર્શન કરવા માટે ખૂબ આનંદ અનુભવતા હોય છે જ્યારે મંદિરોમાં ભક્તો દર્શન કરીને ધન્યતા અનુભવતા હોય છે શિવરાત્રીનો દિવસે મેળામાં ખૂબ દૂર દૂર થી વેપારીઓ શેરડી ખજૂર નારિયેળ ફુગ્ગા ફ્રુટ રમકડાં વગેરે લઈને આવતા હોય છે અને ભક્તો દ્વારા નારિયેળ લઈ જઈ મંદિરોમાં વધેરતા હોય છે અને ભક્તો શેરડી ખજૂર અને રમકડા ફ્રૂટો ની વગેરેની ખરીદી પણ કરતા હોય છે।