કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડમાં સીએમના આગમન પૂર્વે સરકારી તેમજ પોલીસ તંત્ર તૈયારીઓમાં જોતરાયો..
સિંગવડ તાલુકામાં 10 તારીખે ગુજરાતના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવવાના હોય તેના આયોજન ના ભાગરૂપે સરકારી તંત્ર પોલીસ તંત્ર દ્વારા હેલીપેડ તથા સભા સ્થળ ની મુલાકાત લેવામાં આવી
સીંગવડ તા. ૯
આગામી 10 3 2024 ના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા સિંગવડ તાલુકાની સિંગવડ ખાતે નર્સિંગ કોલેજ કોમ્યુનિટી હોલ તથા છાપરવડ મુકામે એકલવ્ય મોડેલ સ્કૂલનું લોકાર્પણ કરવાના હોય તેના ભાગરૂપે આજ રોજ 8-3-2024 ના રોજ દાહોદ એસપી ડો. રાજદીપ સિંહ ઝાલા લીમખેડા એ એસ પી બીશાખા જૈન પ્રાંત અધિકારી દાહોદ અને પ્રાંત અધિકારી લીમખેડા દ્વારા મુખ્યમંત્રી જે જગ્યાએ ઉતરવાના તે હેલીપેડ ની મુલાકાત ડો. રાજદીપસિંહ ઝાલા તથા સ્ટાફ દ્વારા લેવામાં આવી હતી અને સાથે અમુક જગ્યા માટે જીઇબી તંત્ર તથા તેમના સ્ટાફ ને પણ સૂચનો પણ કરવામાં આવ્યા હતા જ્યારે કોમ્યુનિટી હોલનું લોકાર્પણ કરવાના હોય તેના સામે સભા મંડપ રાખવાનો હોય તેનું પણ એસપી તથા પ્રાંત અધિકારી દ્વારા તે જગ્યાનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જ્યારે મુખ્યમંત્રી આવવાના હોય તેને ધ્યાનમાં રાખીને જીઇબી તંત્ર પણ કામે લાગી જતા જીઇબી તંત્ર ને લગતી તમામ વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી હતી જ્યારે રાજકીય નેતાઓ દ્વારા પણ મુખ્યમંત્રી આવવાના હોય તેના માટે આગોતરું આયોજન ગોઠવવામાં આવ્યું હતું તથા 10 તારીખના કાર્યક્રમમાં મુખ્યમંત્રી આવવાના હોય તેમાં ખૂબ મોટી સંખ્યામાં લોકોને ભેગા કરવા માટે વહીવટી તંત્ર તથા રાજકીય નેતાઓ દ્વારા સરકારી તંત્રને તથા કાર્યકર્તાઓને જવાબદારી સોંપવામાં આવી હતી જ્યારે થોડાક સમયમાં જ લોકસભાની ચૂંટણીની તારીખ આવી જતા અને આચારસંહિતા લાગી જતા તેના પહેલા તમામ નવા કામોનું લોકાર્પણ કરી દેવામાં આવશે તેમ લાગી રહ્યું છે