ધાનપુર હાર્ટ બજારમાં આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ ભવાઇ નો કાર્યક્રમ યોજાયો

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ધાનપુર હાર્ટ બજારમાં આરોગ્ય અધિકારીના માર્ગદર્શન હેઠળ ભવાઇ નો કાર્યક્રમ યોજાયો

દાહોદ તા. ૭

આજ રોજ તા.07-03-24ના રોજ માન.મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.ઉદય ટીલાવત અને જિલ્લા મલેરિયા અધિકારીશ્રી ડૉ.અતિત . ડામોર ના માર્ગદર્શન હેઠળ ધાનપુર તાલુકાના ધાનપુર તાલુકા‌ આરોગ્ય અધિકારીશ્રી ડૉ.બી.પી.રમન અને પ્રા.આ.કે.મેડિકલ ઓફિસરશ્રી ડૉ.પ્રભાત તથા તાલુકા મલેરિયા સુપરવાઈઝર કોદરભાઈ તેમજ લેપ્રસી, ટી.બી,આને સિકલસેલ સુપરવાઈઝર ની અધ્યક્ષતા હેઠળ ધાનપુર ખાતે ચાલતા હાટ બજારમાં ભવાઈ મંડળ દ્વારા વાહકજન્ય રોગો મલેરિયા અને ડેન્ગ્યુ તેમજ ટી.બી., લેપ્રસી, સિકલસેલ, જેવા રોગોની અટકાયત અને સાવચેતીના ભાગરૂપે લોકોમાં મલેરિયા-ડેન્ગ્યુ ટી.બી , લેપ્રસી,સિકલસેલ જેવા રોગોની જાગૃતિ આવે તે ઉદેશ્યથી ભવાઈનું આયોજન કરવામાં આવ્યું હતું.આ જેમા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર રાછવા ના સુપરવાઈઝર તથા તમામ સ્ટાફ હાજર રહ્યા હતાં..

Share This Article