સિંગવડ તાલુકાના આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને સાંસદ દ્વારા નિમણૂક પત્રો એનાયત કરાયા..
સીંગવડ તા.૦૫
સિંગવડ તાલુકાના આંગણવાડી કાર્યકર અને તેડાગર ભરતી માટે ઉમેદવારો એ ઓનલાઈન ફોર્મ ભરીને ઉમેદવારી નોંધવામાં આવી હતી જ્યારે જેમાં મેરિટ મુજબ અંદાજિત 9 આંગણવાડી કાર્યક્રમ અને 32 જેટલી બહેનોને પસંદગી કરવામાં આવી હતી જે પસંદગી થયેલ ઉમેદવારોને આજ રોજ 5 3 2024 ના રોજ સાંસદ જશવંત સિંહ ભાભોર તથા ધારાસભ્ય શૈલેષભાઈ ભાભોર ના વરદ હસ્તે તેમના નિવાસ્થાન દાસા મુકામે નિમણૂક પત્ર આપવામાં આવ્યા હતા અને અભિનંદન આપવામાં આવ્યા હતા જ્યારે આ કાર્યક્રમમાં આઈ.સી.ડી.એસના તમામ કર્મચારીઓ હાજર રહ્યા હતા .