પોલીસબેડામાં રાજ્યવ્યાપી બદલી બાદ પોલીસ અધિક્ષકે બદલીનો ગંજીફો ચિપ્યો..
દાહોદ પોલીસમાં 4 પી.આઈ તેમજ 7 પી.એસ.આઈ કક્ષાના અધિકારીઓની આંતરિક બદલી કરાઈ.
દાહોદ તા.21
ગુજરાત સરકારે લોકસભા ચૂંટણીને અનુલક્ષીને પોલીસબેડામાં રાજ્યવ્યાપી બદલીઓ કરતા 500 ઉપરાંત પીએસઆઇ કક્ષાના તેમજ પીઆઈ કક્ષાના બિન હથિયારધારી તેમજ હથિયારધારી અધિકારીઓની બદલીઓ કરતા દાહોદ જિલ્લામાંથી પણ કેટલાક પીઆઈ તેમજ પીએસઆઇ કક્ષાના પોલીસ અધિકારીઓની જિલ્લા બહાર બદલીઓ કરવામાં આવી હતી. તો જિલ્લા બહારથી બિન હત્યાધારી તેમજ હથિયારધારી પીએસઆઇ તેમજ પીઆઇ કક્ષાના દાહોદ ખાતે બદલી કરવામાં આવી હતી. જે બાદ દાહોદ પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલાએ જિલ્લા બહારથી આવેલા અધિકારીઓ તેમજ દાહોદ જિલ્લામા જુદા જુદા પોલીસ મથકમાં ફરજ બજાવી રહેલા પોલીસ અધિકારીઓની આંતરિક બદલીઓનો ગંજીફો ચિપતા સાત જેટલા પીએસઆઇની અન્ય મથકોમાં બદલી કરવામાં આવી છે. ચાર જેટલા પીઆઈની જુદા જુદા પોલીસ મથકોમાં નિમણૂક કરવામાં આવી છે..
આંતરીક બદલી કરાયેલા પી.આઇ કક્ષાના અધિકારીઓની યાદી..
(1) કે. આર. રાવત – દાહોદ ટાઉન બી .ડિવિઝન
(2) એન. એમ. રાવત – સી. પી. આઈ. બારીયા
(3) જે. એમ. ખાંટ – પી. આઇ. લીમખેડા પો. સ્ટેશન
(4) એસ.વી. વસાવા – સી. પી. આઇ. દાહોદ
જીલ્લામાં આંતરીક બદલી કરાયેલા પી.એસ.આઇ કક્ષાના અધિકારીઓની યાદી..
(1) સી. આર. દેસાઈ – દાહોદ રૂરલ પો.
(2) ડી. આર. બારૈયા, – એલ.સી.બી. શાખા..
(3) શ્રીમતી આર.પી.પાંડોર – એલ . આઇ. બી. શાખા,દાહોદ
(4) શ્રીમતી જે.કે. બારીયા – દાહોદ ટાઉન બી ડિવિઝન..
(5) ડી.એસ.લાડ – ફર્સ્ટ પીએસઆઇ દેવગઢ બારીયા.
(6) આર. કે. ઘાઘરેટિયા – જિલ્લા ટ્રાફિક શાખા દાહોદ
(7) પી.ડી.તડવી – સેકન્ડ પીએસઆઇ દેવગઢ બારીયા.