Wednesday, 04/12/2024
Dark Mode

નકલી કચેરી કૌભાંડ મામલે દાહોદ પોલીસનો વધુ એક ખુલાસો…  નકલી કચેરી કૌભાંડમાં તત્કાલીન પ્રયોજના વહીવટદાર સંજય પંડ્યાની અમદાવાદ ખાતેથી ધરપકડ..

February 22, 2024
        607
નકલી કચેરી કૌભાંડ મામલે દાહોદ પોલીસનો વધુ એક ખુલાસો…   નકલી કચેરી કૌભાંડમાં તત્કાલીન પ્રયોજના વહીવટદાર સંજય પંડ્યાની અમદાવાદ ખાતેથી ધરપકડ..

#DahodLive#

નકલી કચેરી કૌભાંડ મામલે દાહોદ પોલીસનો વધુ એક ખુલાસો…

નકલી કચેરી કૌભાંડમાં તત્કાલીન પ્રયોજના વહીવટદાર સંજય પંડ્યાની અમદાવાદ ખાતેથી ધરપકડ..

સંજય પંડ્યા એપ્રિલ 2022 થી માર્ચ 2023 સુધી દાહોદમાં પ્રાયોજના વહીવટદાર તરીકે ફરજાધિન હતા..

સંજય પંડ્યા દ્વારા અબુ બકર સાથે મળી 2.78 કરોડ ઉપરાંતના 18 કામો મંજુર કરી કૌભાંડ આચર્યો..

કચેરી પ્રકરણમાં પોલીસે અત્યાર સુધીમાં 14 આરોપીઓની ધરપકડ કરી,બે વૉન્ટેડ..

દાહોદ 

સમગ્ર ગુજરાતભરમાં ચકચાર મચાવનાર 19.59 કરોડના નક્લી કચેરી કોભાંડની તપાસ કરનાર ASP કે. સિદ્ધાર્થની ટીમે ગઈકાલે તાજેતરમાં ગાંધીનગર સ્પીપામાં ડેપ્યુટી ડારેકટર તરીકે ફરજાધીન સંજય પંડ્યાની અમદાવાદ ખાતેથી ધરપકડ કરી દાહોદ લાવતા છેલ્લાં કેટલાંય દિવસથી અંદરખાને ચાલી રહેલ નકલી કચેરી કોભાંડ પુનઃ ચર્ચામાં આવ્યો છે.

દાહોદ પોલીસે તાજેતરમાં નકલી કચેરી કૌભાંડમાં 7 બેંકોના 200 સ્ટેટમેન્ટ સાથેની ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજુ કરી હતી.જેમાં 13 જેટલા આરોપીઓની ધરપકડ કરી તેમજ અન્ય બે આરોપીઓને વોન્ટેડ દર્શાવવામાં આવ્યા હતા.જોકે પોલીસ તપાસના અંતે 18.59 કરોડનો નકલી કચેરી કૌભાંડ હવે 25 કરોડ પર આંબી ગયું છે.જોકે હવે દાહોદ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજુ કર્યા બાદ નકલી કચેરી કૌભાંડમાં આગળના સમયમાં શું અપડેટ મળશે તેની ઉત્સુકતા ધરાવનાર સૌ કોઈને લાગ્યું હશે કે આ પ્રકરણ અહિયાંથી પુરૂ થાય છે.પરંતુ પોલીસ અધિક્ષક ડૉ રાજદીપસિંહ ઝાલાએ પહેલાથી જ સ્પષ્ટ કરી દીધું હતું.કે ભલે ચાર્જશીટ કોર્ટમાં રજુ થઈ ગઈ હોય પરંતુ પોલીસ આ મામલે અંદરખાને તપાસ ચાલુ રાખશે.અને જ્યાં સુધી કેસની સંપૂર્ણ તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી પોલીસ અટકશે નહિ તેમ જણાવ્યું હતું.અને થયું પણ એવુ પોલીસે ચાર્જશીટ રજુ કર્યાના ગણતરીના દિવસોમાં જ નકલી કચેરી કૌભાંડમાં સામેલ તત્કાલીન પ્રાયોજના વહીવટદાર સંજય જગદીશ પંડ્યાની અમદાવાદ ખાતેથી દાહોદ ASP કે સિદ્ધાર્થની ટીમે ધરપકડ કરી પુછપરછ માટે દાહોદ લાવી સંજય પંડ્યાની ધરપકડ અંગેની જાણ હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટને પણ કરવામાં આવી હતી. 

ગાંધીનગર સ્પીપામાં ફરજાધિન સંજ્ય પંડ્યા 2005 કેડરના વર્ગ 1 ના અધિકારી, એક વર્ષ દાહોદ પ્રાયોજના વહીવટદાર હતા.

કારણ કે તેઓ વર્ગ 1 ના અધિકારી તરીકે ફરજાધિન હતા.આપણે જણાવી દઈએ કે સંજય પંડ્યા 2005 GAS કેડરના ડેપ્યુટી કલેક્ટર વર્ગ ૧ ના અધિકારી તરીકે જાહેર સેવામાં જોડાયા હતા. અને 19/4/2022 થી 1/3/2023 સુધી દાહોદમાં પ્રાયોજના કચેરીમાં પ્રાયોજના વહીવટદાર તરીકે પદસ્થ હતા હાલ જયારે તેમની અમદાવાદ ખાતેથી ધરપકડ કરવામાં આવી ત્યારે વર્તમાનમાં તેઓ ગાંધીનગર સ્પીપામાં ડેપ્યુટી ડાયરેક્ટર તરીકે ફરજ બજાવી રહ્યા હતા..

બહુચર્ચિત કોભાંડમાં 2.78 કરોડ ઉપરાંતના કામો અબુ બકર આણી મંડળીને ફાળવ્યાનો ઘસ્ફોટ.

 અત્રે ઉલ્લેખનીય છે કે તત્કાલીન પ્રાયોજના વહીવટદાર સંજય પંડ્યા દ્વારા નકલી કચેરી કોભાંડનો માસ્ટરમાઈન્ડ અબુબકર સૈયદ સાથે મળી કુલ 18.59 કરોડના કૌભાંડમાં 2,78,98,000 ના કુલ 18 કામો નકલી કચેરીમાં ફાળવી નકલી કચેરી કૌભાંડમાં સરખે સરખી ભાગીદારી નિભાવી હતી.જોકે આ સમગ્ર નકલી કચેરી કૌભાંડ હવે 18.59 કરોડથી વધીને 25 કરોડ ઉપરાંતનું પહોંચી જવા પામ્યું છે આ પ્રકરણમાં હજી સુધી 11 કરોડ ઉપરાંતની રિકવરી પોલીસ દ્વારા કરવામાં આવી છે.સાથે સાથે ચાર્જસીટમાં 7 બેંકના જે 200 જેટલા સ્ટેટમેન્ટ સામેલ કરવામાં આવ્યા છે.તેમાંથી ઘણા બધા ખાતાઓ પોલીસે સીઝ કરી નકલી કચેરી કૌભાંડમાં વપરાયેલી સરકારી ગ્રાન્ટ રિકવર કરવામાં સફળતા સાપડી છે.જે બાદ હમણાં સુધી દાહોદ પોલીસે આ સમગ્ર પ્રકરણમાં નિવૃત આઈએએસ અધિકારી બીડી નિનામા કાર્યપાલક ઇજનેર ઈશ્વરસિંહ કોલચા તત્કાલીન પ્રાયોજના વહીવટદાર સંજય પંડ્યા પ્રાયોજના કચેરીમાં ફરજ બજાવતા અન્ય ચારથી વધુ કર્મચારીઓ તથા નકલી કચેરી કૌભાંડ આચરનાર ભેજાબાજો સહિત અત્યાર સુધીમાં 14 જેટલા આરોપીઓની ધરપકડ કરી તેમને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.તો બીજી તરફ આ સમગ્ર કેસમાં હજુ પણ બે આરોપીઓને પોલીસ ચોપડે વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા 

નકલી કચેરી પ્રકરણમા ચાર્જશીટ રજુ કર્યા બાદ પણ તપાસ ચાલું ડો. રાજદીપસિંહ ઝાલા,પોલીસ અધિક્ષક,

 પોલીસે ભલે નકલી કચેરી કૌભાંડમાં ચાર્જશીટ નામદાર કોર્ટમાં રજૂ કરી દીધી છે. પરંતુ આ નકલી કચેરી કૌભાંડની તપાસ હજુ પણ પોલીસ અધિક્ષક ડો. રાજદીપ સિંહ ઝાલાના નિર્દેશનમાં asp કે. સિદાર્થ તેમજ તેમની ટીમ બિલકુલ ગુપ્ત રીતે ચાલી રહી છે. જેમાં આગામી સમયમાં જેમ જેમ તપાસની ત્રિજ્યા લંબાતી જશે તેમ તેમ આ કૌભાંડમાં સામેલ આરોપીઓને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવશે તેઓ પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે.

 કૌભાંડીઓ દ્વારા સરકારી નાણા ક્યાં ખર્ચ કર્યા તે માટે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની નિમણૂક કરાઈ.

 પકડાયેલા આરોપીઓએ નકલી કચેરી કૌભાંડમાં વાપરેલા સરકારી નાણા ક્યાં ક્યાં ખર્ચ કર્યા છે તે માટે પોલીસ દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે જો આ કેસમાં ઉચાપત કરેલા સરકારી નાણામાંથી કોઈ મિલકત ખરીદવામાં આવી હશે. અથવા અન્ય કઈ કઈ જગ્યાએ નાણાં ખર્ચવામાં આવ્યા છે.તેઅંગે પણ નામદાર કોર્ટની ગાઈડલાઈન મુજબ ટાંચમાં લઇ સરકારના રૂપિયાની પૂરેપૂરી રિકવરી કરવાની પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!