સિંગવડ પોલિસ દ્વારા જી.એલ શેઠ હાઈસ્કૂલ તથા માતાના પાલ્લા હાઈસ્કુલના સ્ટુડન્ટ પોલીસ ક્રેડિટના વિદ્યાર્થીઓને ફૂડ પેકેટ વિતરણ કરાયા..
સીંગવડ તા. ૨૦
સિંગવડ તાલુકાની જી એલ શેઠ હાઈસ્કૂલના 44 જેટલા વિદ્યાર્થીઓ તથા વિદ્યાર્થીની ઓને જે દાહોદ જિલ્લા પોલીસ વિભાગ દ્વારા સ્ટુડન્ટ પોલીસ ક્રેડિટ (એસ.પી.સી) નો કેમ્પ ચાલતો હોય તેમા સિંગવડ તાલુકાના જી એલ શેઠ હાઈસ્કૂલ 44 તથા માતાના પાલ્લા હાઈસ્કૂલના 44 જેટલા વિદ્યાર્થીઓને દર મહિને નાસ્તો આપવામાં આવતો હોય છે જેમાં આજરોજ 20 2 24 ના રોજ જી એલ શેઠ હાઇસ્કુલ ના 44 તથા માતાના પાલ્લા ના 44 જેટલા વિદ્યાર્થીઓને જે સ્ટુડન્ટ પોલીસ ક્રેડિટ માં ભાગ લીધો હોય તેમને નાસ્તો આપવામાં આવ્યો જેમાં મોસંબી ચવાણું ગાંઠીયા તીખી સેવ વગેરે નાસ્તો આપીને વિદ્યાર્થીને ઉત્સાહિત કરવામાં આવ્યા હતા અને પોલીસને લગતી માહિતી પણ આપવામાં આવી હતી