ધાનપુર તાલુકાના ઝાબુ ગામ ખાતે હાટ બજાર માં રક્તપિત્ત જન જાગૃતિ માટે પ્રચાર-પ્રસાર કાર્યક્રમ યોજાયો 

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ધાનપુર તાલુકાના ઝાબુ ગામ ખાતે હાટ બજાર માં રક્તપિત્ત જન જાગૃતિ માટે પ્રચાર-પ્રસાર કાર્યક્રમ યોજાયો 

ગરબાડા તા. ૬ 

 ધાનપુર તાલુકાના ઝાબુ ગામ ખાતે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ઉદય ટીલાવત તથા જિલ્લા રક્તપિત્ત અધિકારી ડૉ.આર.ડી.પહાડીયા તેમજ તાલુકા આરોગ્ય અધિકારી ડૉ.બી.પી.રમન સાહેબ ના માર્ગદર્શન હેઠળ હાલમાં ચાલુ સ્પર્શ લેપ્રસી અવરનેશ પ્રોગ્રામ અંતર્ગત ઝાબુ ખાતે હાટ બજાર પ્રચાર -પ્રસાર કાર્યક્રમ યોજાયો હતો જેમાં પ્રા.આ.કે.ઝાબુ ના મેડિકલ ઓફિસર ડૉ.યુ.કે પરમાર તથા લેપ્રેસી સુપરવાઈઝર અધ્યક્ષતામાં સ્પર્શ લેપ્રસી અવરેનેશ કેમ્પ, ની ઉજવણી કરવામાં આવી . જેમાં તારીખ -30 જાન્યુઆરી થી 13 ફેબ્રુઆરી સુધી લેપ્રસી વિશે લોકોમાં જન જાગૃતિ ફેલાય માટે જુદી જુદી જગ્યા ઉપર પર એટલે કે હાટ બજાર, સ્કૂલો, કોલેજ માં પ્રચાર -પ્રસાર માટે ભવાઈ તેમજ વિવિધ પ્રવૃત્તિઓ નું આયોજન કરવામાં આવ્યું હતુ માં જેમાં ઝાબુ પ્રા.આ.કે નો તમામ સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો..

Share This Article