રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ જિલ્લા ખાતે હથિયારો એકમો વડોદરા આઇ.જી.પી શ્રી, ડી.એચ.પરમાર સાહેબનાઓ દ્વારા રાજ્ય અનામત પોલીસ દાળ જૂથ – ૪ નું વાર્ષિક સારી કામગીરી તેમજ નોકરીમાં સારી પ્રતિભા ધરાવનાર અધિકારી જવાનોને પ્રશંસા પત્ર એનાયત કરવામાં આવ્યા.
દાહોદ તા. ૨૨
દાહોદ જિલ્લા ખાતે હથિયારો એકમો વડોદરા આઇ.જી.પી શ્રી, ડી.એચ.પરમાર સાહેબનાઓ દ્વારા રાજ્ય અનામત પોલીસ દાળ જૂથ – ૪ નું વાર્ષિક ઇન્સ્પેક્શન તા. ૧૮-૦૧-૨૦૨૪ થી તા. ૨૨-૧-૨૦૨૪ દરમ્યાન રાખવામાં આવેલ જે દરમિયાન સારી કામગીરી તેમજ નોકરીમાં સારી પ્રતિભા ધરાવનાર અધિકારી જવાનોને પ્રશંસા પત્ર એનાયત કરવામાં આવ્યા. જેમાં જૂથ -૪ ખાતે ફરજ બજાવતા વાયરલેસ PSI શ્રી આર.એમ વસૈયા નાંઓ દ્વારા વર્ષ – ૨૦૨૨ -૨૦૨૩ દરમિયાન DGP કપ એથ્લેટિક્સ સ્પર્ધામાં કેપ્ટન તરીકે સારું પર્ફોર્મન્સ કરી હથિયારી એકમો વડોદરા રેન્જ ટીમને રનર્સ અપ રાખેલ હોય અને નોકરીમાં સારી પ્રતિભા ધરાવતા હોય જેથી આઇ.જી.પી શ્રી ડી.એચ.પરમાર સાહેબનાઓ દ્વારા પ્રશંસા પત્ર એનાયત કરવામાં આવ્યું. તેમજ આપો કો સંજય ચૌહાણ નાઓએ નોકરીમાં સારી કામગીરી બદલ તેઓને પણ પ્રશંસા પત્ર એનાયત કરવામાં આવ્યું.