
યાસીન ભાભોર :- ફતેપુર
ફતેપુરા ખાતે બલૈયા રોડ પર બે મોટર સાયકલ વચ્ચે અકસ્માત,ત્રણ ઇજાગ્રસ્ત,
ફતેપુરા તા.07
તારીખ 6 જાન્યુઆરી 2024 અને શનિવારના રોજ સાંજના 6:00 વાગ્યાના અરસામાં ફતેપુરા તાલુકાના મુખ્ય મથક ફતેપુરા ખાતે બલૈયા રોડ વિસ્તારમાં આવેલા નાયરા પેટ્રોલ પંપ આગળ બે મોટરસાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો હતો.આ અકસ્માતમાં બંને મોટરસાયકલ ના ચાલકો સહિત ત્રણ વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા છે.અકસ્માતની જાણ થતા આજુબાજુના લોકો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા આ અકસ્માતની જાણ ફતેપુરા પોલીસને થતા ફતેપુરા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને 108 એમ્બ્યુલન્સ ને ફોન કરીને ત્રણેય ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ફતેપુરા સરકારી દવાખાના ખાતે ખસેડ્યા હતા.