રાજેશ વસાવે :- દાહોદ
એસપી ડો.રાજદીપસિંહ ઝાલાના નેતૃત્વમા ૩૧મી ડિસેમ્બરના રોજ પોલીસની કાર્યવાહી..
દાહોદ પોલીસે જુદા-જુદા 19 પોલીસ મથકોમાં 216 જેટલાં ડ્રંક એન્ડ ડ્રાઈવના કેસો નોંધ્યા.
દાહોદ તા.01
દાહોદ જિલ્લા પોલિસે ૩૧મી ડિસેમ્બરને અનુલક્ષીને જુદા-જુદા 18 પોલીસ મથકોમાં વીતેલા 24 કલાકમાં ડ્રક એન્ડ ડ્રાઇવના 216 ઉપરાંત કેસો સાથે સપાટો બોલાવ્યો હતો. ૩૧મી ડિસેમ્બરના રોજ તેમજ નવા વર્ષના પહેલા દિવસે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ કરવાથી વિસ્તારોમાંથી વિદેશી દારૂની હેરફેર તેમજ અને માદક પદાર્થોની ધૂસણખોરીને રોકવા માટે પોલીસ અધિક્ષક ડો. રાજદીપ સિંહ ઝાલાની સીધી સૂચના હેઠળ જિલ્લાની તમામ
ચેકપોસ્ટો,આંતરિયાળ સરહદી વિસ્તારોના મુખ્ય માર્ગો, તેમજ આંતરરાજય ચેક પોસ્ટ સહીત પોલીસનો ખડકલો ગોઠવી દેવામાં આવ્યો હતો. જે અંતર્ગત કાર્યવાહી હાથ ધરાતા ઉપરોક્ત કેસો દાહોદ પોલીસ દ્વારા નોંધવામાં આવ્યા છે.
આમ તો દાહોદ જિલ્લામાં રાજસ્થાન તેમજ મધ્યપ્રદેશના સરહદી વિસ્તારોમાંથી બુટલેગર તત્વો વિદેશી દારૂ તેમજ માદક પદાર્થોની હેરફેર કરવા માટે અવનવા કીમિયા અજમાવી પોલીસને પડકાર ફેંકતા હોય છે. ત્યારે આવી ગુનાખોરીને ડામવા માટે પોલીસ દ્વારા પણ ચુસ્તપણે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે. ત્યારે ગતરોજ 31મી ડિસેમ્બરને અનુલક્ષીને દાહોદ પોલીસ દ્વારા જિલ્લાના તમામ મુખ્ય માર્ગો અંતરિયાળ વિસ્તારો ચેકપોસ્ટો, તથા શહેર સહિત તમામ તાલુકા મથકોના સર્કલ પર પોલીસ દ્વારા રાઉન્ડ ધ ક્લોક રાતભર જાગીને કામગીરી હાથ ધરી હતી. દાહોદ એસપી ડોક્ટર રાજદીપસિંહ ઝાલાની સૂચના હેઠળ જિલ્લાના 19 પોલીસ મથકોમાં ડ્રંક એન્ડ ડરાઇવના 216 જેટલાં કેસો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ગઈકાલે 159 તેમજ આજરોજ 59 જેટલાં કેસો નોંધવામા આવ્યા હતા.જેમાં વીતેલા 24 કલાકમા દાહોદ એ ડિવિઝનમાં 11, બી ડિવિઝનમાં 16, દાહોદ ગ્રામ્યમાં 7, કતવારામાં 23,ગરબાડામાં 19, જેસાવાડામાં 4, ધાનપુરમાં 27, દેવગઢ બારિયામાં 15, સાગટાળામા 8, પીપલોદમાં 9,લીમખેડામાં 4, રણધીકપુરમાં 4, લીમડીમાં 6,ચાકલિયામાં 8,ઝાલોદમાં 18, સંજેલીમાં 5,ફતેપુરામાં 13 તેમજ સુખસરમાં 9 મળી કુલ 216 જેટલા કેસો નોંધવામાં આવ્યા હતા.