વિકસિત ભારત સંકલ્પ યાત્રા સાફલ્ય ગાથા
મોદી સાહેબે નવું ઘર બનાવી આપ્યું મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર લાભાર્થી ઓમપ્રકાશભાઈ પઢિયાર
પ્રધાનમંત્રી આવાસ યોજના ઘર વિહોણા અનેક પરિવારો માટે પોતાનું ઘર બનાવવા માટેનું આશાનું કિરણ
દાહોદ તા. ૨૭
દાહોદ જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં ગ્રામજનોને કેન્દ્ર અને રાજ્ય સરકારશ્રીની અનેકવિધ ફ્લેગશીપ યોજનાકીય લાભોની માહિતી ઘરઆંગણે પહોંચાડીને વંચિત લાભાર્થીઓને આવરી લઈ સો ટકા લક્ષ્યાંક હાંસલ કરવાના નિર્ધાર સાથે વિકસિત ભારત સંકલ્પ – રથયાત્રા ગામેગામ ભ્રમણ કરી રહ્યો છે.
દેવગઢબારિયા ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા અંતર્ગત પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થી ઓમપ્રકાશભાઈ પઢિયાર એ જણાવ્યું કે,અમે પેહલા ભાડાના મકાનમાં રહેતા હતા, કાચું મકાન હતું. મોદી સાહેબે નવું ઘર બનાવી આપ્યું. મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર એમ ખુશી સાથે જણાવ્યું હતું. નોંધનીય છે કે પ્રધાનમંત્રી આવાસ યોજનાથી અનેક ગરીબ મધ્યમ પરિવારોનું ઘર ઘર હોવાનું સપનું પૂરું થયું છે. ઘર વિહોણા પરિવારોને ઠંડી અને વરસાદની સીઝનમાં અનેક તકલીફો અને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આવા પરિવારોને ઘરનું પાકું ઘર મળતાં તેમને માથે છત મળી છે. અને તેમનું પાકું ઘર હોવાનું સપનું પૂરું થયું છે. જેના લીધે તેમની સમસ્યાઓનો અંત આવ્યો છે તેમજ બાળકો પાકા નવા ઘરમાં નિરાંતે અભ્યાસ કરી શકે છે. પ્રધાનમંત્રી આવાસ યોજના ઘર વિહોણા અનેક પરિવારો માટે પોતાનું ઘર બનાવવા માટેનું આશાનું કિરણ છે.
૦૦૦