સીંગવડ તાલુકામાં કેસરપુર થી પતંગડી ગામે જતા રસ્તાનું કામ મંથન ગતિએ ચાલતા વાહન ચાલકો તેમજ રાહદારીઓને હાલાકી…
સીંગવડ તા. ૨૨
સિંગવડ તાલુકાના કેસરપુરથી પતંગડી ગામે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનું કામ મંદગતિથી ચાલતા આવતા જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સિંગવડ તાલુકાના કેસરપુર થી પતંગડી ગામે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના તારીખ 29 10 2021 થી ચાલુ કરીને 28 1 2023 ના રોજ પૂર્ણ કરવાનું હતું પરંતુ આ કામને હજુ સુધી પૂરું કરવામાં નહીં આવતા આ રસ્તા ઉપર થી નીકળતા વાઘનાળા ખુદરા નવાગામ પતંગડી બારેલા વગેરે ગામોના લોકોને તકલીફ ઉઠાવવી પડતી હોય છે જ્યારે આ રસ્તા ને 28 1 2023 ના રોજ પૂર્ણ કરીને ચાલુ કરીને આપવાનો હતો પરંતુ એક વર્ષ ઉપર થઈ ગયા છતાં આ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના નું કામ હજુ સુધી પૂર્ણ કરવામાં નહીં આવતા ત્યાંથી નીકળતા વાહનચાલકો તથા મોટરસાયકલ ચાલકોને રસ્તા ઉપર કપચી નાખી હોય તેના પર થઈને આવા મજબૂર થવું પડતું હોય છે જ્યારે કપચીના લીધે ઘણી વખત વાહનો તથા મોટરસાયકલ ચાલકોને નુકસાન પણ થતું હોય છે જ્યારે આ પ્રોજેક્ટનું ભંડોળ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના બનાવવા માટે મિનિસ્ટરી ઓફ રૂલર ડેપલોપમેન્ટ ભારત સરકાર દ્વારા આપવામાં આવ્યું હતું પરંતુ આ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ને તેના ટાઈમથી પૂર્ણ કરવામાં નહીં આવતા અને એક વર્ષ જેટલું વધારે કરીને આ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના ધીમી ગતિથી કરવામાં આવી રહ્યું છે જ્યારે આ પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનું કામ ફટાફટ પૂર્ણ થાય તેના માટે તેના લાગતા વળગતા અધિકારીઓ દ્વારા કામ ફટાફટ પૂર્ણ કરવામાં આવે તેવી ગામડાના લોકોની માંગ ઉઠવા પામી છે.