Wednesday, 09/10/2024
Dark Mode

વિકસિત ભારત યાત્રા એટલે ઘર આંગણે મોદીની ગેરંટી ની યોજના: ધારાસભ્ય રમેશભાઈ કટારા

December 18, 2023
        3731
વિકસિત ભારત યાત્રા એટલે ઘર આંગણે મોદીની ગેરંટી ની યોજના: ધારાસભ્ય રમેશભાઈ કટારા

બાબુ સોલંકી :- સુખસર 

વિકસિત ભારત યાત્રા એટલે ઘર આંગણે મોદીની ગેરંટી ની યોજના: ધારાસભ્ય રમેશભાઈ કટારા

ફતેપુરાના કરોડિયા પૂર્વ ગામે વિકસિત ભારત યાત્રા રથનું સ્વાગત કરાયું

સુખસર,તા.૧૮

વિકસિત ભારત યાત્રા એટલે ઘર આંગણે મોદીની ગેરંટી ની યોજના: ધારાસભ્ય રમેશભાઈ કટારા

         ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું. ધારાસભ્ય રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો હતો જેમાં ગ્રામ પંચાયત વિસ્તારના લોકોને ઘર આંગણે વિવિધ યોજનાઓની માહિતી તથા લાભાર્થીઓને સહાયની વિતરણ કરવામાં આવ્યું હતું.

       ફતેપુરા તાલુકાના ગામે ગામ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું ઉત્સાહભેર સ્વાગત કરવામાં આવી રહ્યું છે.લોકોને ઘર આંગણે યોજના કે માહિતી તેમજ લાભાર્થીઓને સહાય મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા સંકલ્પ ભારત વિકસિત યાત્રાનો રથ ફેરવવામાં આવી રહ્યો છે.ફતેપુરા તાલુકાના કરોડિયા પૂર્વ ગામે ધારાસભ્ય રમેશભાઈ કટારાના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો.

વિકસિત ભારત યાત્રા એટલે ઘર આંગણે મોદીની ગેરંટી ની યોજના: ધારાસભ્ય રમેશભાઈ કટારા 

             જેમાં ધારાસભ્ય રમેશભાઈ કટારા જણાવ્યું હતું કે,મોદી સરકારની ગેરંટી વાળો રથ અમે ગામે ગામ લઈ જઈ રહ્યા છીએ.જેમાં પ્રજાને ઘર આંગણે વિવિધ યોજનાની માહિતી મળી રહે તેમ જ લાભાર્થીઓને સાધન સહાય સામગ્રી મળી રહે તેવુ ઉમદા કાર્ય થઈ રહ્યું છે.પ્રધાનમંત્રી કિસાન યોજના,પ્રધાનમંત્રી આવાસ યોજના, પ્રધાનમંત્રી આરોગ્ય સેવા જેવા અનેક લાભો લોકો લઈ રહ્યા છે.અને જે લોકો વંચિત હોય તેઓને યોજનાઓનો લાભ મળી જશે.એક પણ પરિવારને સરકારની યોજનાઓથી બાકાત રખાશે નહીં.ઘરે ઘર સુધી સરકારની દરેક યોજનાઓનો લાભ સરકાર આપી રહી છે.આ કાર્યક્રમમાં વિવિધ યોજનાના લાભાર્થીઓને સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું હતું. 

         આ કાર્યક્રમમાં ફતેપુરા તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ પારગી ,અગ્રણી શ્રી ચુનીલાલ ચરપોટ, જિલ્લા સભ્યો તાલુકા સભ્યો ,તાલુકા વિકાસ અધિકારી ,મામલતદાર, પશુપાલન વિભાગ ,ખેતીવાડી વિભાગ ,આઈસીડીએસ વિભાગ ,આરોગ્ય વિભાગ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!