
જીગ્નેશ બારીયા :- દાહોદ
દાહોદમાં રેલવે પુલ નીચે ઠક્કર ફળિયા વિસ્તારમાં રીક્ષા સ્ટેન્ડ ફાળવવા માટે ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા કલેકટરશ્રીને આવેદન પાઠવ્યું
દાહોદ તા.૨૨
દાહોદ શહેરમાં આવેલ રેલવે પુલ નીચે ઠક્કર ફળિયા વિસ્તારમાં રીક્ષા સ્ટેન્ડ ફાળવવામાં આવે તે માટે આજરોજ ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા પ્રાંત અધિકારી અને નાયબ કલેકટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા આજરોજ પ્રાંત અધિકારી અને નાયબ કલેકટરને આપવામાં આવેલા આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, દાહોદ શહેર વિસ્તારના નજીકના ખરોડ રેટીયા, ડોકી, ડુંગરા અન્ય વિસ્તારમાં રહેતાં નાગરિકો દ્વારા આ આવેદનપત્રમાં ઉલ્લેખ કર્યો હતો કે, દાહોદ શહેર માંથી નજીકના ગ્રામ્ય વિસ્તારમાં જવા – આવવા માટે અન્ય જગ્યાએ રીક્ષા સ્ટેન્ડ ન હોવાને કારણે દાહોદ શહેરમાં આવેલ રેલવે પુલ ઉપરથી રીક્ષાની સવારી ભરાય છે તથા આ પુલ ઉપરથી અન્ય મોટા વાહનો પણ વધુ પ્રમાણમાં આવન – જાવન કરતા હોવાથી રેલ્વે પુલ ઉપર પુષ્કળ પ્રમાણમાં ટ્રાફિક સમસ્યા ઉદભવે છે આ ટ્રાફિક સમસ્યાના કારણે અનેક નાના – મોટા અકસ્માતો પણ સર્જાય છે રેલ્વે પુલ ઉપર થતા ટ્રાફિક સમસ્યાના નિવારણના હેતુથી રેલ્વે પુલ નીચે ઠક્કર ફળિયા વિસ્તારમાં કુલ બાર રીક્ષા માટેનું રીક્ષા સ્ટેન્ડ ની જગ્યા ફાળવવામાં આવે તો હાલની ઉદ્ભવતી ટ્રાફિક સમસ્યાનું મહદ અંશે નિવારણ લાવી શકાય તેમ હોય આ મામલે આજરોજ ભારતીય ટ્રાઇબલ પાર્ટી દ્વારા પ્રાંત અધિકારી અને નાયબ કલેકટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી.