
જીગ્નેશ બારીયા/રાજેશ વસાવે :- દાહોદ
દાહોદમાં વહેલી સવારે મેઘરાજાની તોફાની બેટિંગ ના પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
વહેલી સવારના વરસાદથી દાહોદની ઐતિહાસિક દુધીમતી નદી બે કાંઠે
દાહોદ શહેર સહિત જિલ્લામાં સારા વરસાદને પગલે જિલ્લાના આઠ પૈકી ત્રણ ડેમ ઓવરફ્લો
દાહોદ જિલ્લાના ઉમરીયા અદલવાડા અને હડફ ડેમ પૂર્ણ સપાટીની સાથે ઓવરફ્લો
વરસાદી માહોલ વચ્ચે દાહોદના ડેમોમાં આવક થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ:નિચાણવાળા ગામોને સતર્ક કરાયા
રાજ્યના હવામાન વિભાગના આધારે આગામી બે દિવસ પંચમહાલ દાહોદ વડોદરા સહિત મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
દાહોદ તા.૨૨
દાહોદ શહેર સહિત જિલ્લામાં આજરોજ વહેલી સવારથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે સર્વત્ર પાણી પાણી છવાઈ ગયાં હતાં. ડેમ, નદી, નાળા જેવા જળાશયોમાં વરસાદી પાણીનો ભરાવો જાેવા મળ્યો હતો ત્યારે બીજી તરફ દાહોદ જિલ્લામાં આવેલ 08 ડેમો પૈકી 03 ડેમો ઓવર ફ્લો થઈ ગયાં હોવાનું પણ જાણવા મળી રહ્યું છે ત્યારે ઓવર ફ્લો થઈ ગયેલ ડેમોના આપસાપના વિસ્તારોમાં એલર્ટ પણ આપી દેવામાં આવ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે. દેવગઢ બારીઆ તાલુકામાં આવેલ પાનમ નદી પણ બંન્ને કાઠે વહેતી જાેવા મળી હતી ત્યારે દાહોદની ઐતિહાસિક એવી દુધિમતી નદી આ વખતે ચોસામામાં પ્રથમવાર બંન્ને કાઠે વહેતી જાેવા મળી હતી તો દાહોદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ડેમો ઓવર ફ્લો થઈ જતાં અને ડેમોમાં પાણી સપાટી વધતાં ખેડુતોમાં પણ આનંદની લાગણી વ્યાપી હતી. દાહોદ જિલ્લામાં સવારના ૦૬ થી ૧૨માં કુલ ૧૪૬ મીમી વરસાદ ખાબકી પડ્યો હતો.
મોડી રાત્રીના સમયે સમયે દાહોદ શહેર જિલ્લામાં વીજળીના કડાકા ધડાકા સાથે મઘરાજાની ધમાકેદાર એન્ટ્રીના પગલે ધોધમાર વરસાદ પડ્યો હતો. બપોરના ૧૨ વાગ્યા સુધી વરસાદી માહોલ જામ્યો હતો ત્યારે દાહોદ જિલ્લામાં આવેલ ૦૮ ડેમોમાં પાણીના સપાટી પણ વધતી જાેવા મળી હતી જેમાં ૦૪ ડેમો ઓવર ફ્લો થઈ ગયા હોવાનું પણ જાણવા મળી રહ્યું છે જેમાં ઉમરીયા ડેમ, અદલવાડા ડેમ, હડફ ડેમ અને મુવાલીયા ડેમ ઓવરફ્લો થઈ ગયાં હતાં. આ ડેમના આસપાસના વિસ્તારોમાં એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું હતું ત્યારે ડેમો ઓવર ફ્લો થતાં અને ડેમોમાં પાણીની સપાટી વધતાં ખેડુત મિત્રોમાં આનંદની લાગણી વ્યાપી જવા પામી હતી. આ વર્ષે ચોમાસાની ઋતુના પ્રારંભ સાથે મેઘરાજા ધીમી ધારે વરસતા હતાં અને જેને પગલે ખેડુત મિત્રોમાં ખેતીને લઈ ચિંતા પણ જાેવા મળી હતી. આખો શ્રાવણ માસ જાણે કોરોકટ ગયો હતો પરંતુ ભાદરવાના પ્રારંભ સાથે જ મેઘરાજાએ ધમાકેદાર બેટીંગનો આરંભ કર્યાે હતો અને સતત ભાદરવાના પ્રારંભ સાથે જ મેઘરાજા દાહોદ જિલ્લામાં મહેરબાન બન્યાં હતાં ત્યારે આજરોજ મોડી રાત્રીથી વહેલી સવારના સમયે વિજળીના કડાકા ધડાકા ભેર પુનઃ એન્ટ્રી કરી હતી જેને પગલે જિલ્લામાં સર્વત્ર વરસાદી પાણી છવાઈ ગયાં હતાં. આ વર્ષે આખા ચોમાસા દરમ્યાન જે નદી, નાળા, ડેમો ભરાયા ન હતાં તે આજરોજ ભરાયાં હતાં. દાહોદની ઐતિહાસિક દુધિમતી નદી આ વર્ષે ચોમાસામાં પ્રથમ વખત બંન્ને કાંઠે વહેતી જાેવા મળી હતી. જિલ્લામાં આવેલ ૦૮ ડેમોમાં પણ પાણીની સપાટી વધી હતી બીજી તરફ નિચાળવાણા વિસ્તારોમાં મોડી રાત્રીના સમયે પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો પણ કરવો પડ્યો હતો.
વરસાદના આંકડા (સવારે ૦૬ થી ૧૨)
ગરબાડા ઃ ૩૦ મીમી
ઝાલોદ ઃ ૧૫ મીમી
દેવગઢ બારીઆ ઃ ૦૦ મીમી
દાહોદ ઃ ૪૬ મીમી
ધાનપુર ઃ ૨૧ મીમી
ફતેપુરા ઃ ૦૦ મીમી
લીમખેડા ઃ ૩૪ મીમી
સંજેલી ઃ ૦૦ મીમી
સીંગવડ ૦૦ મીમી
કુલ ૧૪૬ મીમી
———————–