ગરબાડા તાલુકાના ભીલવામાં સંકલ્પ યાત્રા રથનું ધારાસભ્ય તેમજ તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા સ્વાગત કરાયું 

Editor Dahod Live
1 Min Read

રાહુલ ગારી :- ગરબાડા 

ગરબાડા તાલુકાના ભીલવામાં સંકલ્પ યાત્રા રથનું ધારાસભ્ય તેમજ તાલુકા પંચાયત પ્રમુખ દ્વારા સ્વાગત કરાયું 

 ગરબાડા તા. ૨૯ 

ગરબાડા તાલુકાના ભિલવા ગામ ખાતે વિકસિત ભારત સંકલ્પ યાત્રા યોજાઈ હતી.કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ યોજનાઓથી લોકો માહિતગાર બને અને વધુમાં વધુ લાભ લે તેવા હેતુસર યોજાયેલ સંકલ્પ યાત્રા રથનું ઉષ્માભેર સ્વાગત કરાયું હતું.

આ કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને વિવિધ યોજના લાભોથી લાભાન્વિત કરાયા હતા. 

 કાર્યક્રમમાં ઉપસ્થિત તમામે ભારત દેશને વિકસિત બનાવવાની દિશામાં પ્રયત્ન અંગે શપથ ગ્રહણ કર્યા હતાં.આ કાર્યક્રમમાં ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર પ્રમુખ મયુરભાઈ ભાભોર ઉપ પ્રમુખ લલુભાઈ જાદવ પૂર્વ પ્રમુખ મનિષાબેન ગણાવા જિલ્લા પંચાયત સભ્ય અર્જુન ગારી , ગામના સરપંચ રાઠોડ, ત.ક. મંત્રી ,AT મહેશભાઈ પટેલ, પશુ અધિકારી ડોક્ટર ઉત્સવ ભાઈ બારીયા , લાભાર્થીઓ સહિત કર્મચારીઓ,અગ્રણીઓ તેમજ ગ્રામજનોની પણ મોટી સંખ્યામાં ઉપસ્થિતિ રહ્યા હતા.

Share This Article