સિંગવડમાં સડક પર મસમોટા ખાડા પડતાં રસ્તો બિસ્માર હાલતમાં:વાહન ચાલકોને હાલાકી…

Editor Dahod Live
2 Min Read

કલ્પેશ શાહ :- સીંગવડ 

સિંગવડમાં સડક પર મસમોટા ખાડા પડતાં રસ્તો બિસ્માર હાલતમાં:વાહન ચાલકોને હાલાકી…

સીંગવડ તા. ૨૮                                                           સિંગવડ ગામમાં આશરે 8 એક વર્ષ પહેલા સિમેન્ટ નો રસ્તો બનાવવામાં આવ્યો હતો જ્યારે આ રસ્તો બન્યા પછી આજ દિન સુધી સિંગવડ ગામમાં ફરીથી નવો રસ્તો બનાવવામાં નહીં આવતા સિંગવડ ગામના રસ્તા પર મોટા મોટા ખાડા પડી ગયા હોય જેના લીધે આવતા જતા વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે જ્યારે આ ખાડાઓ ટાળવા જતા વાહન ચાલકો એક્સિડન્ટ નો ભોગ પણ બનતા હોય છે જ્યારે સિંગવડ ગામમાં દાખલ થતા ની સાથે જ મોટા મોટા ખાડા દેખાતા હોય છે જો આ ખાડા પૂરવાની જગ્યાએ સિંગવડ ગામમાં નવો રસ્તો બનાવવામાં આવે તો વાહનચાલકોને તેની સુવિધા મળી રહે અને તેમના વાહનોને નુકસાન થતું અટકી શકે તેમ છે જ્યારે આ રસ્તો બન્યા ને પણ ઘણો ટાઈમ થઈ ગયો હોય તો તેને નવેસરથી બનાવવામાં ની મુદત પણ આવી ગઈ હોય તો સિંગવડના બજારમાં રસ્તો બનાવે તેવી માંગ ઉઠવા પામી છે અને આ રસ્તા ના ખાડા પૂરવાની જગ્યાએ નવો જ બનાવવામાં આવે તો તેની સુવિધા ગ્રામજનોને તથા વાહન ચાલકોને મળી રહે તેમ છે માટે આ રસ્તા માટે લાગતા વળગતા અધિકારીઓ દ્વારા આ રસ્તો બનાવવામાં આવે તેવી ગ્રામજનોની તથા વાહન ચાલકોની માંગ છે.

Share This Article