બાબુ સોલંકી :- સુખસર
સુખસર પી.એસ.આઇ ની અધ્યક્ષતામાં ત્રણ વાત તમારી,ત્રણ વાત અમારીના વિષય હેઠળ મીટીંગ નું આયોજન કરાયું
સુખસર પી.એસ.આઇ દ્વારા સુલેહ ભંગ,ટ્રાફિકના નિયમોનું પાલન તથા સાયબર ક્રાઇમ થી બચવા માહિતી અપાઈ
સુખસર,તા.૨૮
સુખસર પી.એસ.આઇ.જી.બી. ભરવાડની અધ્યક્ષતામાં આજરોજ ત્રણ વાત તમારી ત્રણ વાત અમારી વિષય હેઠળ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.મિટિંગમાં સુખસર પંથક આસપાસના ગામડાના યુવાનોએ હાજર રહીશ પી.એસ.આઇ દ્વારા સુલેહ ભંગ અટકાવવા તકેદારી,ટ્રાફિક ના નિયમોનું પાલન તથા સાયબર ક્રાઈમ થી બચવા માટેની માહિતી થી વાકેફ કરવામાં આવ્યા હતા.
પ્રાપ્તિ વિગતો મુજબ ફતેપુરા તાલુકાના સુખસર પોલીસ સ્ટેશન ખાતે પી.એસ.આઇ.જી.બી ભરવાડની અધ્યક્ષતામાં આજરોજ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં પી.એસ.આઇ દ્વારા ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું કે,લોકો નાની-નાની બાબતોમાં સુલેહ ભંગ કરતા હોય છે. અને નાની નાની બાબતથી સમાજમાં અશાંતિ ફેલાય તેવું સ્વરૂપ ધારણ થતું હોય છે ત્યારે સમજદારી પૂર્વક જે તે પ્રશ્ન હલ થાય અને સુલેહ ભંગ થાય નહીં તેના માટે ગામના સમજદાર વડીલ આગેવાનોની સલાહ સૂચન લેવી જોઈએ.અને જેમ બને તેમ કુટુંબ, પરિવાર અને સમાજમાં શાંતિ જળવાઈ રહે તેના માટે જાગૃતિ રાખવી જોઈએ તેવી સલાહ આપી જણાવ્યું હતું કે,વર્ષમાં કદાચ એકાદ મર્ડર કેસ થાય ત્યારે લોકો હોહા મચાવી મૂકે છે. પરંતુ તેની જગ્યાએ વર્ષમાં વીસથી વધુ પોતાની અથવા તો સામેવાળા વાહન ચાલક લોકોની બેદરકારીથી લોકોથી અકસ્માતોથી મોતને ભેટી રહ્યા છે.તેના માટે લોકોમાં જાગૃતિ આવવી જોઈએ. અને ખાસ કરીને હેલ્મેટનો ઉપયોગ કરવો જોઈએ તેમજ કુટુંબ પરિવારમાં પણ વાહન ચલાવતા સભ્યોએ ફરજિયાત હેલ્મેટ પહેરવુંની સલાહ આપવી આપણા સૌની ફરજ હોવાનું જણાવ્યું હતું.વધુમાં જણાવ્યું હતું કે, હાલના સમયમાં સાઇબર ક્રાઇમના ગુનાઓમાં વધારો થઈ રહ્યો છે.તેમાં કેટલાક લેભાગુ તત્વો લોકોને સસ્તા ભાવે વાહન વેચાણ કે અન્ય બાબતે લોભ લાલચ આપી છેતરપિંડી કરી રહ્યા છે.ત્યારે આવા લોકોથી ચેતતા રહેવું જોઈએ.અને બેંકના નામે કે અન્ય બહાના હેઠળ અજાણ્યા લોકો આધારકાર્ડ તથા ઓ.ટી.પી નંબરની માંગણી કરે તો આપવા જોઈએ નહીં ની સલાહ આપવામાં આવી હતી.
વધુમાં પી.એસ.આઇ.જી.બી ભરવાડ દ્વારા ઉપસ્થિત લોકોને જણાવ્યું હતું કે,સુલેહ શાંતિ,ટ્રાફિક સમસ્યા હલ કરવા તેમજ ગુન્હેગારોને ડામવા કાયદાનું પાલન કરાવવા પોલીસ કટિબદ્ધ છે.પરંતુ તેમાં પ્રજાએ પણ સહકાર આપવો જરૂરી હોવાનું જણાવ્યું હતું.મીટીંગના અંતે પી.એસ.આઇ.જી.બી.ભરવાડ દ્વારા ઉપસ્થિત લોકો સહિત પંથકની પ્રજામાં સુખ,શાંતિ અને સમૃદ્ધિ અને નિરોગી બની રહે તેવી નવા વર્ષના પ્રારંભે શુભેચ્છાઓ આપી હતી.