
મહેન્દ્ર ચારેલ :- સંજેલી
દેવ દિવાળીના દિવસે આદિવાસી સમાજમા પૂર્વજોની યાદમાં ખત્રી આવ્યા.
સંજેલીમાં આદિવાસી સમાજ દ્વારા વર્ષોથી ચાલતી પરંપરા મુજબ ખેતરની પાદરે સીરા પાળીયાની ઠેર-ઠેર પૂજા વિધિ કરાઈ.
કોટા,ગોવિંદાતળાઈ,સરોરી,
ભમેલા,ચમારીયામા ચૌદશની ઉજવણી..
સંજેલી તાલુકામાં આદિવાસી સમાજ દ્વારા ચૌદશની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી
સંજેલી તાં.26
દાહોદ જિલ્લામાં આદિવાસી
સમાજ ધરાવતો જિલ્લો માનવામાં આવે છે. આદિવાસી સમાજમાં ચૌદસ દેવ દિવાળીનું મહત્વ વધુ પ્રમાણ છે સંજેલી તાલુકા સહિત
કોટા,ગોવિંદાતળાઈ,સરોરી,ભમેલા, ચમારીયા સહીત ઠેર ઠેર આદિવાસી સમાજ દ્વારા ચૌદસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે સંજેલી તાલુકાના દરેક ગામમાં આદિવાસી સમાજ દ્વારા પૂર્વજોની યાદમાં આખા ગામના વડીલો ભાઈ બહેનો સગા સંબંધી દેવ દિવાળીના દિવસે એકઠા થાય છે.આદિવાસી પરંપરા મુજબ વર્ષોથી ચાલતી રીત રિવાજો પ્રમાણે ખેતરને પાદરે ચિરા પાળીયા ની પ્રતિષ્ઠા કરવામાં આવે અને સમાજના રીતે રિવાજ મુજબ પૂજા વિધિ ભજન કીર્તન કરવામાં આવે છે. આ બાબતે કેટલાક સમાજના આગેવાનો દ્વારા પૂછવામાં આવતા જણાવવામાં આવ્યું હતું કે આદિવાસી સમાજમાં ચૌદસ દેવ દિવાળીનું મહત્વ વધુ હોય છે. વર્ષ દરમિયાન પરિવારજનોમાં કોઈનું મરણ થાય તો તેમની યાદમાં શીરા
પાળીયા ની પ્રતિષ્ઠા કરાય છે. આદિવાસી સમાજ દ્વારા વર્ષોથી ચાલતા પરંપરાગત રીતરિવાજો આજે પણ કરવામાં આવી રહ્યા છે પૂર્વજોની યાદમાં ગામના ખેતરે શિરા રોપવામાં આવે છે અને
આખું ગામ ભેગું થઈ પૂજા વિધિ ભજન કીર્તન કરે છે અને ઢોલ નગારાના તાલે નાચ ગાન કરવામાં આવે છે. આ દરમિયાન એક વ્યક્તિને પૂર્વજોની આત્મા પ્રવેશે અને તેને ખત્રી આવ્યા તેવું માનવામાં આવે છે. વર્ષ દરમિયાન પરિવારજનોમાં મરણ થયેલું હોય તેમના પરિવારો ગલે મળે છે ખત્રી દ્વારા નામ આપી હું આવ્યો છું રમેશભાઈ, સોમાભાઈ હા હા હા હા કહી પોતાના પરિવારને મળવા બોલાવતા હોય છે. સંજેલી તાલુકામાં ઠેર ઠેર આદિવાસી સમાજ દ્વારા ધામધૂમથી દેવ દિવાળીની પૂર્વજોની યાદમાં વર્ષોથી ચાલતી પરંપરા આજે પણ પ્રચલિત છે.