રાજેશ વસાવે :- દાહોદ
દાહોદ પોલીસમાં આંતરિક બદલીઓનો દોર.. 7 બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરો બદલાયા..
જિલ્લામાં લાંબા સમયથી પી.આઈ ની ખાલી પડેલ જગ્યાઓ ઉપર કાયમી અધિકારી મુકાય તેવી માંગ..
દાહોદ તાં.23
દાહોદ જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રાજદીપ સિંહ ઝાલાએ વધુ એક બદલીનો ગંજીફો ચિપતા જિલ્લામાં જુદી-જુદી જગ્યાએ ફરજ બજાવતા 7 જેટલાં બિન હથિયારધારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરોની આંતરિક બદલીઓ કરવામાં આવી છે.જેમાં લીમડી પોલીસ મથકે ફરજ બજાવતા એમ એફ ડામોરની એમ.ઓ.બી શાખામાં, પેરોલ ફર્લોમાં ફરજ બજાવતા આર.જે ગામિતને એલ.આઈ.બી શાખામાં, એમ.ઓ.બી શાખામાં ફરજ બજાવતી સુશ્રી જે.કે બારીયાને દેવગઢબારિયા સેકન્ડ પી.એસ.આઇ તરીકે, જ્યારે દેવગઢબારિયા પોલીસ મથકમાં ફરજ બજાવતા બી.જી.ગોહિલને લીમડી પોલીસ મથકમાં સેકન્ડ પીએસઆઇ તરીકે, દાહોદ ગ્રામ્ય પોલીસ મથકમાં ફરજ બજાવતા નયનસીંગ પરમારને પેરોલ ફર્લો સ્કવોડમાં, રણધીકપુર પોલીસ મથકે ફરજ બજાવતા એમ.એમ. માળીને ઝાલોદ પોલીસ મથકે જયારે ઝાલોદ પોલીસ મથકમાં ફરજ બજાવતા જી.બી રાઠવાને રણધીકપુર પોલીસ મથકે બદલી કરવામાં આવી છે.ઉપરોક્ત પોલીસ અધિકારીઓની આંતરિક બદલી થયા બાદ હવે દાહોદ પોલીસમાં કેટલાક મહત્વપૂર્ણ પદો પર પી. આઈ.ની જગ્યાઓ ખાલી પડેલ છે. ઇન્ચાર્જ પી. આઈ. તરીકે ચાલી રહ્યા છે. ત્યારે પોલીસ અધિક્ષક ડો. રાજદીપસિંહ ઝાલા અગામી સમયમાં વિવિધ પદો પર ખાલી પડેલા પી.આઈ ની જગ્યાઓ પર કાયમી પોલીસ અધિકારીઓની નિમણૂક કરે તેવી માંગણીઓ પણ ઉઠવા પામી છે.