
લીમખેડા પોલીસે 9.34 લાખના મુદ્દામાલનો સીંગેડીમાં નાશ કરાયો..
લીમખેડા ડીવીઝનમાં આવતા રણધીપુર પોલીસ સ્ટેશનનો રૂ. 9,34,516 નું ઇંગ્લિશ દારૂનો જથ્થો દેવગઢ બારીયાના શિગેડી ગામે નાશ કરવામાં આવ્યો હતો.
લીમખેડા તા.૫
રણધીપુર પોલીસ સ્ટેશનમાં ઇંગ્લિશ દારૂ તથા બિયર ના ટીન ગુનામાં પકડાયેલો ના કુલ ગુના 42 થયા હતા તેમાં 6079 નંગ બિયર તથા ઇંગ્લિશ દારૂની બોટલો મળી તેના રૂપિયા 9,34,516 નો મુદ્દા માલ રણધીપુર પોલીસ સ્ટેશન થી દેવગઢ બારીયા ના શિગેડી ગામે ટ્રકમાં રણધીપુર પોલીસ સ્ટેશન ના પી.એસ.આઇ એમ.એમ. માલી સાથે રાખીને લઈ જવામાં આવ્યો હતો જ્યારે આ મુદ્દામાં શિગેડી પહોંચતા મદદનીશ પોલીસ અધિક્ષક લીમખેડા ડિવિઝન ના બીશાખા બેન જૈન પ્રાંત ઓફિસર બી.જી. નિનામા નશાબંધી અને આવકારી અધિકારી દાહોદ એમ.બી.વાઘેલા તથા તમામ થાણા ડિવિઝન અધિકારીઓ તથા નાયબ મામલતદાર શ્રી ઓ દ્વારા વગેરેની ઉપસ્થિતિમાં આ ઇંગ્લિશ દારૂનો જથ્થો નાશ કરવામાં આવ્યો હતો.