ફોરેસ્ટ વિભાગની કાર્યવાહીથી લાકડાચોરોમાં ફફડાટ..
સિંગવડ તાલુકાના બારેલા ગામેથી સાગી લાકડા ભરેલો ટેમ્પો ઝડપાયો…
સિંગવડ તા. ૫
સિંગવડ તાલુકાના બારીયા.રેન્જ ફોરેસ્ટ ઓફિસના નાયબ વન રક્ષક આર.એમ. પરમાર ની સૂચના મુજબ દિવાળીના તહેવારમાં જંગલમાં લાકડા ચોરી કે અન્ય ગુના ન બને તે માટે સઘન પેટ્રોલિંગ કરવામાં આવે તેને ધ્યાનમાં રાખીને 4 11 2023 ના રોજ સ્ટાફ દ્વારા સઘન પ્રયત્નો કરતા ફોરેસ્ટ જે.પી. ડામોર ના ઓને લાકડા ચોરી અંગે બાતમી મળેલ તેને ધ્યાનમાં રાખીને સિંગવડના આર.ફ.ઓ એમ એન પ્રજાપતિએ સ્ટાફને સાથે રાખી કડક નાકાબંધી કરતા બારેલા ગામે ટાટા ટેમ્પો નંબર જીજે 20 થી 4830 અનામત પ્રકારના સાગી લાકડા ભરી હેરાફેરી કરતા પકડવામાં આવેલ જે મુદ્દા માલ જંગલ ચોરીનો સાગી લાકડાનો 76 નંગ ઘન મીટર 3702 ની કિંમત રૂપિયા 55,530 તથા વાહન ટેમ્પો કિંમત ₹1,30,000 મળી કુલ 1,85,330 નો મુદ્દામાલ જપ્ત કરી ભારતીય વન અધિનિયમ 1927 મુજબ ટેમ્પો ડ્રાઇવર તથા વાહન માલિક વિરુદ્ધમાં ગુનો દાખલ કરી વધુ તપાસ સિંગવડ રેન્જ ના આર.એફ.ઓ. પ્રજાપતિ દ્વારા હાથ ધરવામાં આવેલ છે.