ઈરફાન મકરાણી :- દે.બારીયા
પીપલોદ પોલીસે ભથવાડા ટોલનાકા પરથી વિદેશી દારૂના જથ્થો ભરેલા ટ્રક સાથે ચાલકને ઝડપ્યો..
પોલીસે 31 લાખ ઉપરાંતની વિદેશી દારૂની ૯૨૩ પેટીઓ જપ્ત કરી..
પોલીસે વિદેશી દારૂ તેમજ 15 લાખની ટ્રક મળી 46.57 લાખનો મુદ્દામાલ કબજે લીધો..
દાહોદ તા.૨૬
દાહોદ જિલ્લાના દેવગઢ બારીઆ તાલુકાના પીપલોદ પોલિસે ગતરોજ ભથવાડા ટોલનાકા પરથી રૂપિયા ૩૧.૫૭ લાખ ઉપરાંતની વિદેશી દારૂની ૯૨૩ પેટીઓ સાથે ટાટા કંપનીની ખુલ્લી બોડીની ટ્રક ઝડપી પાડી રૂપિયા ૧૫ લાખની કિંમતની ટ્રક મળી કુલ રૂપિયા ૪૬,૫૭,૧૫૨નો મુદ્દામાલ કબજે લીધાનું જાણવા મળ્યું છે.
- રાજસ્થાનના બાડમેર જિલ્લાના રોહીલા ગામના હરીરામ રંગનાથરામ નામનો ટ્રક ડ્રાયવર પોતાની કબજાની જીજે-૧૨ એ.ડબલ્યુ-૦૪૩૧ નંબરની ટાટા કંપનીની ખુલ્લી બોડીની ટ્રકમાં કોટન વેસ્ટની આડમાં વિદેશી દારૂનો જથ્થો ભરી ગોધરા તરફ જનાર હોવાની ગુપ્ત બાતમી પીપલોદ પોલિસને મળી હતી. જે બાતમીના આધારે પીપલોદ પોલિસે ગઈકાલે સવારે ભથવાડા ટોલનાકા પર જરૂરી વોચ ગોઠવી હતી. તે દરમ્યાન બાતમીમાં દર્શાવેલ ટાટા કંપનીની ખુલ્લી બોડીની ટ્રક આવતાં જ વોચમાં ઉભેલ પીપલોદ પોલિસે ટાટા કંપનીની ટ્રકને ચારે બાજુથી ઘેરી લીધી હતી. તે દરમ્યાન મોકો જાેઈ ટ્રકનો ચાલક હરીરામ રંગનાથ રામ ટ્રક છોડી નાસી ગયો હતો. જે ટ્રકનો પોલિસે કબજાે લઈ ટ્રકમાંથી કોટન વેસ્ટની પાછળ સંતાડીને મૂકેલ રૂપિયા ૩૧,૫૭,૧૫૨નીૂ કુલ કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટીઓ નંગ-૯૨૩ માં ભરેલ નાની મોટી કાચની કુલ બોટલ નંગ-૨૧,૮૪૦ ઝડપી પાડી સદર દારૂના જથ્થાની હેરાફેરીમાં ઉપયોગમાં લેવાયેલ રૂપિયા ૧૫ લાખની કિંમતની ટાટા કંપનીની ખુલ્લી બોડીની ટ્રક મળી કુલ રૂપિયા ૪૬,૫૭,૧૫૨નો મુદ્દામાલ કબજે લઈ ટ્રકના ચાલક હરીરામ રંગનાથરામ વિરૂધ્ધ પ્રોહીનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
—————————-