દાહોદમાં જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે જિલ્લા કક્ષાનો નવમો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો..
કામાવીરા પ્રાથમિક શાળાનાં શિક્ષક ગોવિંદભાઈ પ્રજાપતિને શિલ્ડ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા..
દાહોદ તા. ૨૬
જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ મુકામે જિલ્લા કક્ષાનો નવમો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ યોજાયો હતો જેમાં ગરબાડા તાલુકાના કામાવીરા પ્રાથમિક શાળાનાં શિક્ષક ગોવિંદભાઈ પ્રજાપતિ દ્વારા પોતાની કૃતિ રજુ કરવામાં આવી હતી.આ બે દિવસનાં કાર્યક્રમમાં દાહોદ જિલ્લા કલેક્ટર,જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી જિલ્લા શિક્ષણાધિકારી અને સમગ્ર ડાયટ પરિવાર ઉપસ્થિત રહ્યા હતા તથા શિલ્ડ અને પ્રમાણપત્ર આપી ગોવિંદભાઈ પ્રજાપતિને પ્રોત્સાહિત કર્યા હતા.