કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકા પંચાયત ખાતે નળ સે જલ યોજનાની જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સમીક્ષા બેઠક યોજાઈ.
સીંગવડ તા. ૨૫
સિંગવડ તાલુકા પંચાયત ખાતે નળ સે જલ યોજનાની સમીક્ષા બેઠક યોજવામાં આવી.જેમાં દાહોદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સિંગવડ તાલુકાના સરપંચો તલાટી કમ મંત્રીઓ તથા ઓપરેટરોની મીટીંગ 2 કલાકે તાલુકા પંચાયત સભાખંડમાં ચાલુ થઈ હતી.જેમાં તાલુકા વિકાસ અધિકારી નળ શે જળ યોજનાના અધિકારી પાણી પુરવઠા અધિકારી જીઇબી ના અધિકારીઓને સાથે રાખીને મીટીંગ ચાલુ કરવામાં આવી હતી જ્યારે અધિકારીઓ દ્વારા દરેક ગામના સરપંચ તલાટી તથા ઓપરેટરો ને ઊભા કરીને તેમના ગામોમાં નળશે જળ યોજનામાં પાણી આવે છે કે નહીં તેની જાણકારી લેવામાં આવી હતી સાથે સાથે નળ આપતા ઓપરેટરો ને કેટલો પગાર આપવામાં આવેલ છે તેની પણ જાણકારી લેવામાં આવી હતી જ્યારે સિંગવડ તાલુકાના બધા જ ગામોમાં નળ શે જળ યોજના માં પાણી નહીં આવતું હોવાની બુમો ઉઠવા પામી હતી જ્યારે ઘણા ગામોમાં પાણીની મોટર ચોરાઈ ગઈ હોય તેમ જણાવતા જિલ્લા વિકાસ અધિકારી દ્વારા બ વોશ્મો તથા સરપંચ અને તલાટી દ્વારા મોટર ચોરાઈ જાય તો તેની ફરિયાદ કરવા જણાવ્યું હતું જ્યારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા સરપંચ તથા તલાટી કમ મંત્રી આ નળ શે જળ યોજના ની જવાબદારી આપણી હોય તેમ જણાવ્યું હતું અને ગામમા દરેકને પાણી મળી રહેવું રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવે તેમ જણાયું હતું જ્યારે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નળશે જળ યોજના ની કમ્પ્લેન નંબર માટે પૂછતા ખાલી એક તલાટી કમ મંત્રીને ખબર હોય તેમ જણાવ્યું હતું જ્યારે તેના માટે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા 19 16 નંબર આપ્યો હતો અને નળ શે જળ યોજના માં કોઈપણ કમ્પ્લેન હોય તો તે કરવા જણાવ્યું હતું જ્યારે અમુક ગામોમાં જીઇબીના લગતા ફોલ્ડ હતા. તેમને પણ તાત્કાલિક અસરથી દૂર કરી અધૂરા રહેલા કામોને પૂર્ણ કરવા નિર્દેશ આપવામાં આવ્યા હતા.