કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકામાં જિલ્લા વિકાસ અધિકારી દ્વારા માતાના પાલ્લા ગામે પ્રધાનમંત્રી આવાસ યોજના ની ઓચિંતી મુલાકાત લીધી.
સીંગવડ તા. ૨૫
સિંગવડ તાલુકાના માતાના પાલ્લા ગામે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા પ્રધાનમંત્રી આવાસની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી. જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનું સિંગવડ તાલુકાના માતાના પાલ્લા ગામનું સૌથી વધારે પ્રધાનમંત્રી આવાસ બનાવવાનું 99 ટકાનું લક્ષ્યાંક રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યો હતો.તેની સામે માત્ર 14 પ્રધાનમંત્રી આવાસ યોજના પૂર્ણ થતા વહીવટી તંત્રની બેદરકારી સામે આવી હતી.માતાના પાલ્લાના ગ્રામજનોને યોગ્ય માર્ગદર્શન આપી તાત્કાલિક ધોરણે નિકાલ કરી યોગ્ય કામગીરી કરી પ્રધાનમંત્રી આવાસ પૂર્ણ કરવા તાલુકા પંચાયત વહીવટી તંત્ર સિંગવડ ને સૂચના આપી હતી. જેમાં મળતી માહિતી મુજબ ગત તારીખ 21-10-2023 ના રોજ સિંગવડ તાલુકાના માતાના પાલ્લા ખાતે જિલ્લા વિકાસ અધિકારી દાહોદ એ ઓચિંતી પ્રધાનમંત્રી આવાસ યોજનાની સમીક્ષા હાથ ધરી હતી.જેમાં રાજ્ય સરકાર દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના કાર્યરત છે
જેમાં રાજ્ય સરકાર દ્વારા 99 જેટલા પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લક્ષ્યાંક માતાના પાલ્લા ગ્રામ પંચાયતને આપવામાં આવ્યો હતો.જેને સમય વીતી ગયા બાદ પણ તાલુકા પંચાયત વહીવટી તંત્ર સીંગવડ ની ઘોર બેદરકારી ના કારણે 78 જેટલા લાભાર્થીઓ ને આજે પણ પ્રધાનમંત્રી આવાસ યોજના થી વંચિત રહી જવા પામ્યા છે. જ્યારે વહીવટી તંત્ર તેમજ પ્રધાનમંત્રી આવાસ યોજનાના કર્મચારીની ઘોર બેદરકારી સામે આવી હતી.અત્યારે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાય સમયથી પ્રધાનમંત્રી આવાસ યોજના દ્વારા જીઓ ટેક જેવી કામગીરી પીએમ આર વાય વિસ્તરણ અધિકારી તેમજ ગ્રામસેવકો એ કરવાની હોય છે પણ આજ દિન સુધી પૂર્ણ કરી હતી.