Thursday, 26/12/2024
Dark Mode

શું તમે ટ્રેન મારફતે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા કામના છે:દાહોદ ખાતે રોકાણ કરતી 19 જેટલી વિવિધ સુપરફાસ્ટ તેમજ મેમો ટ્રેનોના અવરજવરના સમય બદલાયા

October 16, 2023
        1541
શું તમે ટ્રેન મારફતે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા કામના છે:દાહોદ ખાતે રોકાણ કરતી 19 જેટલી વિવિધ સુપરફાસ્ટ તેમજ મેમો ટ્રેનોના અવરજવરના સમય બદલાયા

શું તમે ટ્રેન મારફતે મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર તમારા કામના છે.

પશ્ચિમ રેલ્વેના વિવિધ મંડળમાંથી પસાર થતી 200 જેટલી ટ્રેનોના સમયમાં ફેરફાર

દાહોદ ખાતે રોકાણ કરતી 19 જેટલી વિવિધ સુપરફાસ્ટ તેમજ મેમો ટ્રેનોના અવર જવરના સમય બદલાયા

તમામ ટ્રેનોના અવર જવરમાં 2 મિનિટથી 10 મિનિટ સુધીનો વધઘટ નોંધાઈ.

દાહોદ તા.17

રેલવે વિભાગ દ્વારા પશ્ચિમ રેલવે માંથી પસાર થતી 200 જેટલી ટ્રેનોના અવરજવરના સમયમાં ફેરફાર થયો છે જેના પગલે પશ્ચિમ રેલ્વેના રતલામ મંડળમાંથી પસાર થતી 19 જેટલી સુપરફાસ્ટ તેમજ મેમો ટ્રેનના અવર જવરના સમયમાં બે મિનિટથી દસ મિનિટ વચ્ચેનો અંતર આવ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે રેલ્વે તંત્ર દ્રારા 30 સપ્ટેમ્બરના રોજ ટ્રેનોના અવર જવરના સમયમાં ફેરફાર કર્યા હતા જે પહેલી ઓક્ટોબરથી લાગુ પડ્યા હતા ત્યારે આમ રેલ્વે દ્રારા વર્ષમાં બે વખત લિંક અને પીક ટાઈમમાં ટ્રેનોના અવર જવરના સમયમાં ફેરફાર થતા હોય છે રેલ્વેની ભાષામાં કહીએ તો 01 ઓગસ્ટથી 31 ઓગસ્ટ તેમજ 01 ફેબ્રુઆરીથી 31 માર્ચ સુધી લિંક ટાઈમ ગણવામાં આવે છે આ સમયગાળા દરમિયાન મુસાફરોની અવર જવરમાં મહત્તમ ઘટાડો નોંધાતો હોય છે ત્યારે 01 એપ્રિલથી 31 જુલાઈ તેમજ 01 સપ્ટેમબરથી 31 જાન્યુઆરી સુધી રેલ્વેની ભાષામાં પીક ટાઈમ ગણવામાં આવે છે આ સમયગાળા દરમિયાન વેકેશન અને તહેવારો આવતા હોય યાત્રીઓનો ભારે ઘસારો જોવા મળે છે.

રતલામ મંડળમાંથી પસાર થતી ટ્રેનોના નવા ટાઈમ ટેબલની યાદી

(1) ૧૨૯૪૨ અમદાવાદ -ભાવનગર-પારસનાથ એક્સપ્રેસ ૨૩ઃ૨૧-૨૩ઃ૨૩

(2) ૧૯૩૦૯ ઈન્દૌર-ગાંધીનગર-શાંતી એક્સપ્રેસ ૨૩ઃ૩૦-૨૩છ૩૨

(3) ૨૨૯૦૧ ઉદેપુર-બાંન્દ્રા-સુપરફાસ્ટ ૦૬ઃ૩૪-૦૬ઃ૩૬

(4) ૧૨૯૨૫ અમૃતસર-બાંન્દ્રા- પશ્ચિમ એક્સપ્રેસ ૧૯ઃ૫૫-૧૯ઃ૫૭

(5) ૨૨૯૦૯ પુરી-વલસાડ-સુપરફાસ્ટ ૦૦ઃ૪૩-૦૦ઃ૪૫

(6) ૧૨૪૭૨ સ્વરાજ એક્સપ્રેસ (જમ્મુતાવી ) ૦૮ઃ૧૩-૦૮ઃ૧૫

(7) ૧૨૪૭૪ સર્વોદય એક્સપ્રેસ (જમ્મુતાવી ) ૦૮ઃ૧૩-૦૮ઃ૧૫

(8) ૧૨૪૭૬ હાપા સુપરફાસ્ટ (જમ્મુતાવી) ૦૮ઃ૧૩-૦૮ઃ૧૫

(9) ૧૨૪૭૮ માતાવેષ્ણોદેવી કટરા-જામનગર (જમ્મુતાવી) ૦૮ઃ૧૩-૦૮ઃ૧૫

(10) ૧૨૪૭૧ બાંદ્રા જમ્મુતાવી (સ્વરાજ એક્સપ્રેસ) ૧૮ઃ૦૦-૧૮ઃ૦૨

(11) ૧૨૪૭૩ સર્વોદય સુપરફાસ્ટ (જમ્મુતાવી) ૧૮ઃ૦૦-૧૮ઃ૦૨

(12) ૧૨૪૭૫ હાપા સુપરફાસ્ટ (જમ્મુતાવી) ૧૮ઃ૦૦-૧૮ઃ૦૨

(13) ૧૨૪૭૭ જામનગર સુપરફાસ્ટ (જમ્મુતાવી) ૧૮ઃ૦૦-૧૮ઃ૦૨

(14) ૦૯૩૮૨ રતલામ-દાહોદ-મેમુ ૧૦ઃ૫૦

(15) ૦૯૩૮૧ દાહોદ-રતલામ-મેમુ ૧૭ઃ૩૫

(16) ૧૯૦૧૯ બાંદ્રા હરિદ્વાર દહેરાદૂન ૦૯ઃ૧૩-૯ઃ૧૫

(17) ૧૨૯૬૨ ઇન્દોર મુંબઈ અવંતિકા સુપરફાસ્ટ ૨૨ઃ૧૦-૨૨ઃ૧૨

(18) ૧૨૯૬૧ મુંબઈ ઇન્દોર અવંતિકા ૦૪ઃ૦૧-૦૪ઃ૦૩

(19) ૨૨૯૩૪ બાંદ્રા જયપુર સુપરફાસ્ટ ૨૧ઃ૪૧-૨૧ઃ૪૩

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!