રાજેશ વસાવે દાહોદ :- દાહોદ
દાહોદના છાપરી ગામે પરણિતા જોડે અમાનવીય વ્યવહારથી ત્રાસેલી પરણિતાની પોલીસમાં રાવ..
પતિ તેમજ સાસરિયા પક્ષ દ્વારા ત્રાસ આપતાં પરણિતાએ પિયરની વાટ પકડી…
મહિલા પોલીસ મથકે પતિ તેમજ સાસરિયાપક્ષ વિરુદ્ધ ગુનો નોંધાયો..
દાહોદ તા.૧૧
દાહોદ તાલુકાના છાપરી ગામે એક ૨૯ વર્ષિય પરણિતાને તેના પતિ તથા સાસરીયાઓ દ્વારા શારિરીક અને માનસીક ત્રાસ આપતાં ત્રાસથી હેરાન પરેશાન થઈ ગયેલ પરણિતાએ પોતાના પીયરની વાટ પકડી પતિ તથા સાસરીયાઓ વિરૂધ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવી હોવાનું જાણવા મળે છે.
ઝાલોદ તાલુકાના આંબા ગામે ભુરી કોતેડી ફળિયામાં હાલ પોતાના પિયરમાં રહેતી ૨૯ વર્ષિય હેતલબેન દલસીંગભાઈ ભુરીયાના લગ્ન ૧૯.૦૫.૨૦૧૪ના રોજ દાહોદ તાલુકાના છાપરી ગામે ગુરૂકુલ સ્કુલની સામે રહેતાં શૈલેષભાઈ રતનાભાઈ ડામોર સાથે સમાજના રિતી રિવાજ મુજબ થયાં હતાં. લગ્નના પાંચ વર્ષ સુધી હેતલબેનને સારૂ રાખ્યા બાદ પતિનું પોત પ્રકાશ્યું હતું અને હેતલબેન ઉપર ખોટા શક, વહેમ રાખી રેખાબેન સુરેશભાઈ બામણીયા (રહે. આકાશ ગંગા સોસાયટી, દાહોદ, તા.જિ.દાહોદ) નાની ચઢામણીથી હેતલબેનને તેનો પતિ શૈલેષભાઈ અવાર નવાર બેફામ ગાળો બોલી, મારઝુડ કરી, શારિરીક અને માનસીક ત્રાસ આપતાં હતો. આવા અમાનુષી ત્રાસથી વાજ આવેલ પરણિતા હેતલબેને પોતાના પિયરની વાટ પકડી હતી અને પોતાના પતિ તથા સાસરીયાઓ વિરૂધ્ધ દાહોદ મહિલા પોલીસ મથકે ફરિયાદ નોંધાંવતાં પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
—————————