રાજેશ વસાવે દાહોદ :- દાહોદ
પરપ્રાંતીય ભેજા બાજોનું કારસ્તાન: મધ્યપ્રદેશના ચાર સહિત પાંચ સામે ગુનો નોંધાયો..
ફોરવીલર ગાડી વેચાણ ખાતે લઈ લોનના હપ્તાની ભરપાઈ ન કરતા છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ..
દાહોદ.તા.૧૦
પાંચ જેટલા ઈસમોએ ગુનાહીત કાવતરૂ રચી મહિન્દ્રા કંપનીની એક્સયુવી કાર વેચાણ લઈ કારના લોનના હપ્તાના રૂપિયા ૪.૫૦ લાખ નહીં ભરી કાર માલિક સાથે છેતરપીંડી, વિશ્વાસ ઘાત કર્યાનું જાણવા મળ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર મધ્યપ્રદેશના સેજાવાડા ગામના દશરથભાઈ મનુભાઈ રાઠોડ, શંકરભાઈ મનુભાઈ રાઠોડ, મનુભાઈ પરમાર તથા દાહોદ તાલુકાના ગડોઈ ગામના નરેશભાઈ રતનસીંગ ગોહીલ એમ પાંચે જણાએ ભેગા મળી પૂર્વ આયોજિત કાવતરૂ રચી, દાહોદ ગારખાયા, અંબે માતાના મંદીરવાળી ગલીમાં રહેતા રાહુલભાઈ ગણેશભાઈ ચાવડા પાસે ગત તારીખ ૭-૮-૨૦૧૮ના રોજ બપોરના ત્રણ વાગ્યાના સુમારે આવ્યા હતા. અને રાહુલભાઈ ગણેશભાઈ ચાવડાની મહિન્દ્રા કંપનીની જીજે-૧૬ બીજી-૩૪૮૬ નંબરની એક્સયુવી કાર વેચાણ કરી લઈ ગયા હતા તે વખતે દર મહિને હપ્તા પેટે અમુક રકમ ભરવાનું નક્કી પણ કરવામાં આવ્યું હતું. પરંતુ કાર વેચાણ લઈ ગયા બાદ આજદિન સુધી કારના લોનના હપ્તાના રૂપિયા ૪,૫૦,૦૦૦ન ભરી કારના માલીક રાહુલભાઈ ગણેશભાઈ ચાવડા સાથે છેતરપીંડી વિશ્વાસઘાત કર્યો હતો.
આ સંબંધે દાહોદ ગારખાયાના રાહુલભાઈ ગણેશભાઈ ચાવડાએ મધ્યપ્રદેશના સેજાવાડા ગામના દશરથભાઈ મનુભાઈ રાઠોડ, શંકરભાઈ મનુભાઈ રાઠોડ, મનુભાઈ રાઠોડ, પાંચવાડાના જેસીંગભાઈ સેનાભાઈ પરમાર તથા ગડોઈ ગામના નરેશભાઈ રતનસીંગ ગોહીલ વિરૂધ્ધ દાહોદ ટાઉન એ.ડીવીઝન પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલિસે આ સંદર્ભે ઈપિકો કલમ ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
—————————-