Sunday, 08/09/2024
Dark Mode

સંજેલી વન વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી.

October 6, 2023
        372
સંજેલી વન વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી.

મહેન્દ્ર ચારેલ :- સુખસર 

સંજેલી વન વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી.

સંજેલી વન વિભાગ દ્વારા વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી RFO માલીવાડ 

સંજેલી તા.06

સંજેલી વન વિભાગ દ્વારા પ્રાથમિક શાળાઓમાં વન્ય પ્રાણી સપ્તાહની ઉજવણી.

 

સંજેલી તાલુકાના બોડા ડુંગર મોટા કાળિયા. ગરાડીયા , પીછોડા પ્રાથમિક શાળામા વન્ય પ્રાણી સપ્તાહ ની ઉજવણી ના ભાગરૂપે પ્રાથમિક શાળા ઓ માં વન્ય પ્રાણીઓ ની ઓળખ માનવ જીવન માં વન્ય પ્રાણીઓ નું મહત્વ વન્યપ્રાણી ના શિકાર અંગે ની જોગવાઈઓ સમજાવી ચિત્ર સ્પર્ધા નું આયોજન કરી વન્યપ્રાણી સપ્તાહ ની ઉજવણી કરવામાં આવી. 

 

સંજેલી વન વિભાગના આર એફ ઓ માલીવાડ તેમજ તેમની ટીમ દ્વારા શાળાઓમાં વિવિધ માહિતીઓ આપી આપી અને વન્ય પ્રાણી સપ્તાહની કરવામાં આવી ઉજવણી કરવામાં આવી ચાકલીયા ,પેથાપુર ,દાંતિયા ,પ્રાથમિક શાળાઓ ચિત્ર, નિબંધ સ્પર્ધા તથા સાગટાળા રેજ માં જન જાગૃતિ કાર્યક્રમ રાખેલ જેમાં જેવાકે વન્યપ્રાણી નીલગાય,જંગલી ભૂંડ, દીપડા,રીછ, ઝરખ વગેરે પ્રાણીઓનું જતન કરવું એ સમયે એકલા ઘરમાંથી બહાર નીકળવુ નહીં. જો નીકળવુ હોય તો જોડે સાથે લાકડી કે બેટરી જોડે રાખી નીકળવું અને જંગલ વિસ્તારમાં ભેગા જુથમાં જવું અને ઘરની આજુબાજુ સાફસફાઈ રાખવી ઘરની આગળ અજવાળું રાખવું અથવા લાકડાનું તાપણું સળગાવી રાખવું અને વૃક્ષઓ તથા જંગલ નું જતન કરવું વનસ્પતિઓ આપણને ઓક્સિજન આપે છે. જંગલ છે તો વરસાદ છે.એવા સૂત્રો થી ચાલવું અને જંગલ વિસ્તારમાં ગાડી ધીરેધીરે ચલાવવી અને વન્ય પ્રાણીઓ દ્વારાઓચિંતો હુમલો કરીને માનવ ઈજા પોહચાડે તો તાત્કાલિક વન વિભાગના કમૅચારીને જાણ કરવી તથા અન્ય કોઈ અણબનાવ ના બને તો તેનુંધ્યાન રાખી માહિતી આપી જેવા કે વન્ય પ્રાણી જેવા માનવ પર ઓચિંતો હુમલો કરી માનવ ઈજા પહોંચાડે તો તેમને સરકાર ના નિતિનિયમ મુજબ ચેક વિતરણ કરવામાં પણ આવે છે તથા સરીસૃપ જેવાકે અજગર,ધામણ,આંધળી ચાકળ જેવા વિગેરે ઝેરી બિનઝેરી વિશે ગ્રામજેનો ને સમજણ આપી અને ઘરની આજુબાજુ સાફસફાઇ રાખવાનું માર્ગદર્શન આપ્યું.તથા અજગર જેવા બિનઝેરી તથા ઝેરી સાપો જોવા મળે તો વન વિભાગ ના કમૅચારીઓ ને જાણ કરવી તે વિશે માર્ગદર્શન આપ્યું અને આજરોજ વન્ય પ્રાણી સપ્તાહ નિમિતે સહભાગી તથા સાથ સહકાર આપવા બદલ વન વિભાગ દ્વારા આભારી છું. જન જાગૃતિ કાર્યક્રમ હેઠળ બાળકો તેમજ ગ્રામજનો ને વન્યપ્રાણી નીલગાય,જંગલી ભૂંડ, દીપડા,રીછ, ઝરખ વગેરે પ્રાણીઓનું જતન કરવું તેમજ વૃક્ષઓ તથા જંગલ નું જતન કરવું વનસ્પતિઓ આપણને ઓક્સિજન આપે છે. જંગલ છે તો વરસાદ છે.એવા સૂત્રો થી ચાલવું અને સરીસૃપ જેવાકે અજગર,ધામણ,આંધળી ચાકળ જેવા વિગેરે ઝેરી બિનઝેરી વિશે ગ્રામજેનો ને સમજણ આપી અને ઘરની આજુબાજુ સાફસફાઇ રાખવાનું માર્ગદર્શન આપ્યું.તથા અજગર જેવા બિનઝેરી તથા ઝેરી સાપો જોવા મળે તો વન વિભાગ ના કમૅચારીઓ ને જાણ કરવી તે વિશે માર્ગદર્શન આપ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!