પિપલોદ કમલ વિદ્યાલયના શિક્ષકે સંસ્કૃત વિભાગમાં પીએચડી ની ઉપાધિ મેળવી ગૌરવ વધાર્યું…
પીપલોદ તા.૩
દેવગઢબારિયા ના પીપલોદ ખાતે કમલ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા નવયુવાન શિક્ષકે સંસ્કૃત વિભાગમાં પીએચડી ની ઉપાધિ મેળવી શાળા સહિત ગામનું નામ રોશન કરતાં શુભેચ્છકોએ શુભેચ્છા પાઠવી હતી.
શ્રી ગોવિન્દ ગુરુ યુનિવર્સિટી,ગોધરા સંલગ્ન ચાલતી શ્રી એમ. સી. રાઠવા આર્ટ્સ કોલેજ, પાવી જેતપુરના સંસ્કૃત વિભાગાધ્યક્ષ ડૉ. જિતેન્દ્ર ટેલર ના માર્ગદર્શનમાં પિપલોદ ની કમલ હાઈસ્કૂલ માં ફરજ બજાવતા સિક્ષક રોનકકુમાર બી બારીયા નો साहित्यदर्पणप्रतापरुद्रीययोः तुुलनात्मकम् अध्ययनम् શીર્ષક પરનો Ph.D. વાયવા સંપન્ન થયો. આ પ્રસંગે બાહ્યનિરીક્ષક તરીકે વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત સંલગ્ન શ્રી રંગ નવચેતન મહિલા આર્ટ્સ કોલેજ, વાલીયા ના પ્રાધ્યાપિકા ડૉ. અલકાબેન નરેન્દ્રભાઈ ચૌહાણ ઉપસ્થિત રહ્યાં હતાં. પોતે શિક્ષક તરીકેની નિષ્ઠા પુર્વક જવાબદારી નિભાવતા જઈને પોતે પણ કંઇક વધું શીખવાની ભાવના સાથે વધુ અભ્યાસ ચાલુ રાખ્યો હતો. શાળાનાં બાળકોને પોતાની આગવી સૂઝ સાથે શિક્ષણના પાઠ ભણાવતા ભણાવતા તેમની વધુ અભ્યાસ ની લગનીમાં સંસ્કૃત વિભાગ માં phd કરી લીધી.ત્યારે શાળા તેમજ ગામનું નામ રોશન કરનાર માર્ગદર્શક અને શોધાર્થિ બન્નેને શાળા પરીવાર અને શુભેચ્છકો દ્વારા હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.