દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના છાપરવડ ગામે આવેલ હડપ નદીમાં નાહવા પડેલા બે બાળકો નદીના ઊંડા પાણીમાં ડૂબી મોતને ભેટતા પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો ઘટનાને પગલે દોડી ગયેલ રેસ્ક્યુ ટીમ દ્વારા બંનેના મૃતદેહોને ભારે જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા.
મૃતક કિશોરોની ફાઈલ તસ્વીર :-
સિંગવડ તાલુકા ના છાપરવડ ગામે ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં ગામમાં જ રહેતા બે યુવકો ગામમાં આવેલ હડપ નદીમાં નાહવા પડ્યા હતા જોતા મા બંને યુવકો નદીના ઊંડા પાણીમાં ગરકાવ થઇ ગયા હતા અને મોતને ભેટયા હતા ઘટનાની જાણ આસપાસના લોકોને તેમજ પરિવારજનોને થતાં લોકટોળાએ હડપ નદી પાસે ઉમટી પડ્યા હતા ઘટનાની જાણ પોલીસ તેમજ ફાયર બ્રિગેડના લાશ્કરોને થતાં તેઓ પણ ઘટના સ્થળ પર દોડી ગયા હતા જ્યાં રેસ્ક્યુ ટીમ દ્વારા હડપ નદી માં ભારે શોધખોળના અંતે બન્ને યુવકોના મૃતદેહ બહાર કાઢવામાં આવ્યા હતા અને નજીકના દવાખાને પોસ્ટમોર્ટમ ખાતે રવાના કરી દેવામાં આવ્યા હતા ઘટનાને પગલે પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો પોલીસે સમગ્ર ઘટનાની તલસ્પર્શી તપાસ હાથ ધરી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે.