Wednesday, 04/12/2024
Dark Mode

સિંગવડ તાલુકાની નિવૃત થયેલ આંગણવાડી કાર્યકર બહેનોને ગ્રેજ્યુટીના કુલ ૭ આંગણવાડી કાર્યકરને ચેક વિતરણ કરાયા… પોષણ માસની ઉજવણી’’ અંતર્ગત દાહોદના સિંગવડ ગામે પોષણયુક્ત વાનગીઓનું નિદર્શન થયું

September 15, 2023
        666
સિંગવડ તાલુકાની નિવૃત થયેલ આંગણવાડી કાર્યકર બહેનોને ગ્રેજ્યુટીના કુલ ૭ આંગણવાડી કાર્યકરને ચેક વિતરણ કરાયા…  પોષણ માસની ઉજવણી’’ અંતર્ગત દાહોદના સિંગવડ ગામે પોષણયુક્ત વાનગીઓનું નિદર્શન થયું

કલ્પેશ શાહ :- સીંગવડ 

સિંગવડ તાલુકાની નિવૃત થયેલ આંગણવાડી કાર્યકર બહેનોને ગ્રેજ્યુટીના કુલ ૭ આંગણવાડી કાર્યકરને ચેક વિતરણ કરાયા…

પોષણ માસની ઉજવણી’’ અંતર્ગત દાહોદના સિંગવડ ગામે પોષણયુક્ત વાનગીઓનું નિદર્શન થયું

સગર્ભા ધાત્રી માતાઓ, કિશોરીઓને મિલેટસની વાનગીઓ અંગે અપાયું માર્ગદર્શન.

CDPO મુખ્ય સેવિકા સહિત

ICDSનો સ્ટાફ, સગર્ભા, ધાત્રી માતા, અને કિશોરીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા.

સંજેલી તા.16

તા. ૧૫ સપ્ટેમ્બર – ગુજરાત સરકાર દ્વારા હાલમાં ‘‘પોષણ માસ’’ની ઉજવણી થઇ રહી છે. જેના ભાગરૂપે દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં પોષણ માસની ઉજવણી પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના અધ્યક્ષસ્થાને થઇ હતી. આ તકે પ્રોગ્રામ ઓફિસરશ્રીએ રાજ્ય સરકાર દ્વારા રાજ્યને કુપોષણ મુક્ત કરવાના અભિયાનની માહિતી આપી હતી. સરકાર દ્વારા આંગણવાડીમાં આવતા બાળકોને સવારે નાસ્તો તથા બપોરે ભોજન આપવામાં આવે છે. સગર્ભા, ધાત્રી માતાઓને દર મહીને ૪ માતૃ શક્તિના પોષક તત્વોના પેકેટ્સ તથા કિશોરીઓને પૂર્ણા શક્તિના પેકેટ્સ આપવામાં આવે છે, તેમ જણાવ્યું હતું. આ કાર્યક્રમમાં મિલેટની વાનગીઓનુ નિદર્શન, મહેંદી સ્પર્ધા વગેરેનું પણ આયોજન કરાયું હતું. ફાસ્ટ-ફૂડના યુગમાં ઓબેસિટી તથા

હૃદયરોગના કેસોમાં સતત વધારામાં ઓર્ગેનિક અને પોષણ તત્ત્વયુક્ત આહાર રોજીંદા જીવનમાં અપનાવામાં તે માટે ૨૦૨૩ના વર્ષની ‘‘આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ’’ તરીકે સમગ્ર ભારતભરમાં ઉજવણી થઇ રહી છે. દાહોદ જિલ્લામાં પણ દરેક આંગણવાડીમાં વિવિધ કાર્યક્રમો યોજીને મિલેટસ અંગે માહિતી આપવામાં આવી હતી અને મિલેટસથી બનતી વિવિધ વાનગીઓની સ્પર્ધાઓ પણ યોજાઈ હતી. જેથી વાલીઓ દ્વારા રોજીંદી વાનગીઓમાં વધુને વધુ ઉપયોગ કરી શકે અને પરિવારને તંદુરસ્ત રાખી શકે, તેમ પ્રોગ્રામ ઓફિસરે જણાવ્યું હતું. 

આ કાર્યક્રમ અંતર્ગત સિંગવડ તાલુકાની નિવૃત થયેલ ૭ આંગણવાડી કાર્યકર બહેનોને તેમની સમગ્ર સેવા દરમિયાનની ચુકવાની થતી ગ્રેજયુટીના ચેક પણ જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણના હસ્તે આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે CDPO પાર્વતીબેન, મુખ્ય સેવિકા સહિતનો આઈ.સી.ડી.એસ.નો સ્ટાફ, સગર્ભા, ધાત્રી માતા, અને કિશોરીઓ ઉપસ્થિત રહ્યા હતા…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!