લીમખેડા કોર્ટ દ્વારા અપહરણ દુષ્કર્મ જેવા કેસોમાં ઐતિહાસિક ચુકાદો આપવાનો સિલસિલો યથાવત:કોર્ટ સંકુલમાં સન્નાટો..
ધાનપુર તાલુકામાંથી ત્રણ વર્ષ અગાઉ સગીરાના અપહરણ બાદ દુષ્કર્મના કેસમાં આરોપીને દસ વર્ષની સજા ફટકારતી કોર્ટ…
કોર્ટે આરોપીને દુષ્કર્મ તેમજ પોક્સો અંતર્ગત અલગ અલગ કલમોમાં દોષી ઠેરવી સજાની સાથે દંડ ફટકાર્યો…
લીમખેડા તા. 06
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકામાંથી ત્રણ વર્ષ અગાઉ સગીર વયની બાળકીનું પત્ની તરીકે રાખવા અપહરણ કરીને લઈ ગયેલા યુવકને ત્રીજા એડિશનલ સેશન્સ કોર્ટ દ્વારા અલગ અલગ ગુનાઓમાં દસ વર્ષની સજા તેમજ દંડ ફટકારતા કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો છે.
દાહોદ જિલ્લામાં લીમખેડા ત્રીજા એડિશનલ સેશન્સ કોર્ટે દુષ્કર્મ અને પોસ્કોના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને સખત સજા કરવાની પરંપરા આજે પણ જાળવી રાખી છે.લીમખેડા ત્રીજા એડિશનલ સેશન્સ એન્ડ સ્પેશિયલ પોસ્કો કોર્ટ દ્વારા આજરોજ પુનઃ એક ઐતિહાસિક ચુકાદો આપતા સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો જેમાં પ્રવિણ ઉર્ફે ભયલી ગીરવતભાઈ રાઠોડ, રહે. મહીજીના મુવાડા,તા.ડેસર, જી.વડોદરા દ્વારા ધાનપુર તાલુકાની 14 વર્ષીય સગીરાને સગીરાને પટાવી ફોસલાવી પત્ની તરીકે રાખવા પુનઃ અપહરણ કરીને લઈ જઈ અવારનવાર દુષ્કર્મ આચર્યો હતો. ઉપરોક્ત બનાવમાં પીડિતાના પિતાએ 06.05.2020 ના રોજ ધાનપુર પોલીસ મથકમાં ઉપરોક્ત પ્રવિણ ઉર્ફે ભયલી ગીરવતભાઈ રાઠોડ, રહે. મહીજીના મુવાડા,તા.ડેસર, જી.વડોદરા વિરુદ્ધ અપહરણ તેમજ પોસ્કો અંતર્ગત ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી હતી. ત્યારબાદ આ યુવકને ઝડપી લાવી સગીરાનું મેડિકલ ટેસ્ટ કરાવ્યા બાદ યુવક વિરુદ્ધ દુષ્કર્મની કલમનો ઉમેરો થયો હતો.જે બાદ આ કેસ લીમખેડા ત્રીજા એડિશનલ સેશન્સ એન્ડ સ્પેશ્યલ પોસ્કોના મોહમ્મદ હનીફબેગ અકબર બેગ મિર્ઝાની કોર્ટમાં ચાલી જતા કોર્ટે સરકારી વકીલની ધારદાર દલીલો તેમજ પુરાવા અને સાક્ષીઓની જુબાનીને ગંભીરતાથી લઈ સમાજમાં ગુનાખોરી કરનાર તત્વો સામે દાખલો બેસે તે માટે પાણીયા ગામના પંકજભાઈ ઉર્ફે રાજેન્દ્રભાઈ શંકરભાઈ બારીયાને દુષ્કર્મ અને પોસ્કોના કેસમાં દોષી ઠેરવી ipc 235(2) તેમજ 376 મુજબ દસ વર્ષની સાદી કેદ તેમજ 1,000 રૂપિયાનો દંડ તથા પોક્સો કાયદાની કલમ ચાર મુજબ દસ વર્ષની સાદી કેદ અને 5000 રૂપિયા નો દંડ અને બંને સજાઓમાં જો દંડનો ભરે તો ત્રણ અને છ માસની સાદી કેદની સજા ફટકારતા કોર્ટ સંકુલમાં સન્નાટો પ્રસરી જવા પામ્યો હતો.અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ લીમખેડા કોર્ટે દુષ્કર્મ, પોસ્કો, તથા રેપ વીથ મર્ડર જેવા ગંભીર ગુનાઓમાં આરોપીને સખત સજા ફટકારી સમાજમાં દાખલો બેસાડવાનો પ્રયાસ હાથ ધર્યો છે.