Friday, 18/10/2024
Dark Mode

નેશનલ હાઈવે પર લીમખેડા યુ-ટર્ન ખાતેનો બનાવ:મુન્દ્રા-પીટોલ બસને નડ્યો અકસ્માત…

September 9, 2023
        587
નેશનલ હાઈવે પર લીમખેડા યુ-ટર્ન ખાતેનો બનાવ:મુન્દ્રા-પીટોલ બસને નડ્યો અકસ્માત…

 ગૌરવ પટેલ :- લીમખેડા

નેશનલ હાઈવે પર લીમખેડા યુ-ટર્ન ખાતેનો બનાવ:મુન્દ્રા-પીટોલ બસને નડ્યો અકસ્માત…

લીમખેડા તાલુકાના વટેડા ગામે મેક્સ ગાડીએ એસટી બસને અડફેટમાં લેતા મેક્સ ગાડીમાં સવાર મુસાફરો ઈજાગ્રસ્ત..

લીમખેડા તા.08

લીમખેડા તાલુકાના વટેડા ગામે નેશનલ હાઈવે પર લીમખેડા બજાર તરફ જવાના યુટર્ન ઉપર એસટી બસના ચાલકે પોતાના કબજાની બસને લીમખેડા તરફ વાળવા જતા સામે ગોધરા તરફથી પૂર ઝડપે આવી રહેલા ફોરવીલર ગાડીના ચાલકે એસટી બસને પાછળથી ટક્કર મારતા ફોરવીલ ગાડીમાં બેસેલા મુસાફરોને ઈજાઓ પહોંચતા તેઓને 108 મારફતે લીમખેડા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જોકે આ અકસ્માતના બનાવમાં એસટી બસના પાછળના ભાગે તેમજ ફોરવીલર ગાડીના આગળના ભાગે નુકસાન થતા એસટી બસના ચાલકે લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હોવાનું સામે આવ્યું છે.

 પ્રાપ્ત માહિતી અનુસાર અમરેલી જિલ્લાના વડીયા સદગુરુ નગર અમરનગર રોડ ખાતેના રહેવાસી અને એસટી વિભાગમાં મુન્દ્રા ડેપોમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા નિરંજનભાઇ મનસુખભાઈ ઝખવાડિયા કંડકટર તરીકે ફરજ બજાવતા બનાસ કાંઠા જિલ્લાના નાથુપુરા તાલુકાના મહેશભાઈ પોપટભાઈ ઠાકોર સાથે ગતરોજ બપોરના સાડા ત્રણ વાગ્યાના સુમારે GJ-18-Z-9328 નંબરની પીટોલ મુન્દ્રા બસ લઇ પીટોલ ખાતેથી રવાના થયા હતા અને સાંજના સાડા પાંચ વાગ્યાના સુમારે લીમખેડા તાલુકાના વટેેડા ગામે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પરથી લીમખેડા બજાર તરફ જવાના યુટર્ન ઉપર બસને વાળવા જતા તે સમયે સામેથી MP-41-D- 0286 નંબરની મેક્સ ગાડીના ચાલકે પોતાનું વાહન પૂરઝડપે હંકારી લાવી એસટી બસના પાછળના ભાગે ટક્કર મારતા સર્જાયેલા માર્ગ અકસ્માતમાં મેક્સ ગાડીમાં બેસેલા મુસાફરોને ઓછીવતી ઇજાઓ પહોંચી હતી. જ્યારે એસટી બસને ટાયર મુકવાની ડેકીને નુકસાન થયો હતો અને મેક્સ ગાડીના આગળના ભાગે નુકસાન પહોંચ્યું હતું. જોકે અકસ્માત બાદ ભેગા થયેલા આસપાસના લોકોએ ઇજાગ્રસ્તોને 108 ઈમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવી લીમખેડા રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે મોકલી દીધા હતા.

 ઉપરોક્ત બનાવ સંદર્ભે એસટી બસના ચાલક નિરંજનભાઇ મનસુખભાઈ ઝખવાડિયાએ લીમખેડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા લીમખેડા પોલીસે મેક્સ ગાડીના ચાલક વિરુદ્ધ અકસ્માત અંગેનો ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!