કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકાના ઘણા ગામડાઓમાં મોબાઈલ નેટવર્કના ધાંધિયા..
મોબાઈલ ગ્રાહકોને પડતી મુશ્કેલીઓને તેમના રિચાર્જના રૂપિયા પાણીમા..
સીંગવડ તા.08
સિંગવડ તાલુકાના મલેકપુર મોટા આંબલીયા નાના આંબલીયા સાકરીયા મંડેર હાંડી સુરપુર માતાના પાલ્લા વડાપીપળા કટારાની પાલ્લી સરજુમી ઝાલીયાપાડા વગેરે ગામોના મોબાઈલ કંપનીના ગ્રાહકો દ્વારા રિચાર્જ કરવામાં આવતું હોય છે પરંતુ આ મોબાઈલના નેટવર્ક નહીં મળવાના લીધે તેમને કરેલા રિચાર્જના રૂપિયા પાણીમાં જાય છે જ્યારે મોબાઇલ નેટવર્ક મા કોઈ સુધારો નહીં કરાતા મોબાઈલ ગ્રાહકો ને તેમનો ભોગ બનવું પડતું હોય છે જો ખરેખર આ મોબાઇલ ગ્રાહકોને ધ્યાનમાં રાખીને નેટવર્ક માટે મોબાઈલ કંપનીઓ દ્વારા સુધારો કરવામાં આવે તો મોબાઈલ ધારકોને તેમની વાત પણ થઈ શકે અને તેમના રૂપિયા ખર્ચેલા કામ લાગી શકે તેમ છે જ્યારે મલેકપુર નાના આંબલીયા મોટા આંબલીયા જેવા ગામોમાં તો કોઈપણ કંપનીના મોબાઈલ નેટવર્ક ઘરોમાં નહીં આવતા ગ્રાહકોની બૂમ ઊઠવા પામી છે જ્યારે કોઈ બીમાર થાય તો 108 ને બોલાવવા માટે પણ નેટવર્ક નહીં હોવાથી લોકોને હાલાકી ઊભી થાય છે માટે ખરેખર આ મોબાઈલ કંપનીઓ દ્વારા ગ્રાહકોને જે રૂપિયા ખર્ચે તે જ રીતના મોબાઈલના નેટવર્ક મળે તેવી સુવિધાઓ આપવામાં આવે તેવી ગ્રાહકોની માંગ છે.