કલ્પેશ શાહ :- સીંગવડ
સિંગવડ તાલુકાના તાલુકા પંચાયત પ્રમુખનો કાર્યકાળ પૂરો થવા આવતા નવા પ્રમુખ ઉપપ્રમુખની વરણી માટે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.
સીંગવડ તા. ૩
સિંગવડ તાલુકાના તાલુકા પંચાયત પ્રમુખનો કાર્યકાળ પૂરો થવાનો છે. જેના પગલે બીજા તાલુકા પંચાયત સદસ્યો પ્રમુખ બનવા માટે ગોડ ફાધરના શરણે પહોંચ્યા હતા.ત્યારે આ વખતે પ્રમુખ ઉપપ્રમુખ બનાવવા માટે પહેલી વખત દાહોદના કમલમ ખાતે પાર્ટી દ્વારા સેન્સ પ્રક્રિયા શરૂ કરવામાં આવવાની હતી.હવે દેખવાનું રહ્યું કે સિગવડ તાલુકા પંચાયત પ્રમુખ માટે અને ઉપપ્રમુખ માટે કોના નામો આવી શકે તેમ છે.જ્યારે સિંગવડ તાલુકા પંચાયત પ્રમુખમાં અનુસુચિત જનજાતિ સામાન્ય સીટ આવી હોય અને તેમાં પણ મહિલા કે પુરુષ કોઈપણ ને પ્રમુખ બનાવી શકાય તેમ હોય જેમાં પહેલા મહિલા પ્રમુખ કે અઢી વર્ષ તાલુકા પંચાયત પ્રમુખ બનાવવામાં આવ્યા હતા.હવે પુરુષનો નંબર આવશે કે ફરી મહિલાને પ્રમુખ બનાવવામાં આવશે કે પછી ફરીથી તે જ પ્રમુખને પ્રમુખનો તાજ પહેરવામાં આવશે તેવી લોકોમાં ચર્ચા ચાલી રહી છે અને તાલુકા પંચાયત સદસ્યો મા પણ એક ચર્ચા ચાલી રહી છે કે કોના નામની જાહેરાત થશે તે તો આવનાર સમય જ બતાવશે.