કલ્પેશ શાહ :- સિંગવડ
દાહોદ જિલ્લા ના સિગવડ તાલુકા નાં આમ આદમી પાર્ટી દ્વારા સિંગવડ મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું
સિંગવડ તા. ૧
કેન્દ્ર સરકાર દ્વારા ઓગસ્ટ 2019થી રાજ્યોની સરખા શરૂ કરાયેલ જલ જીવન મિશન હર ઘર જલ અંતર્ગત દેશના 33 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને ફાળવેલ 230,034 કરોડ રૂપિયા રાજ્ય સરકારો વાપરી શક્યા નહીં..
જેમાં 2019-20થી 2022-23 સુધીના ચાર વર્ષમાં 1088 કરોડ રૂપિયા ખર્ચી શક્યું નથી… જે દુર્ભાગ્યપૂર્ણ છે..
આપ ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી જયેશભાઇ સંગાડા એ જણાવ્યું કે ગુજરાતના ગામડાઓમાં જાન્યુઆરી થી જૂન મહિના સુધી ગુજરાતના પ્રત્યેક ગામડામાં ક્યાંકને ક્યાંક પાણીની અછત છેજ છેલ્લા 27 વર્ષથી વધુ સમય પછી પણ આ અનુભવી સરકાર કેન્દ્ર દ્વારા આપવામાં આવેલ યોજનાનો લાભ લેવામાં નિષ્ફળ ગઈ છે સરકારની નલ સે જળ યોજના સદંતર નિષ્ફળ નીવડી છે..વર્ષ 2023-24માં કેન્દ્ર સરકાર દ્વારા ઓગસ્ટ મહિનામાં વધારાના લગભગ 1491 કરોડ કુલ મળી 2580 કરોડ જેટલી માતબર રકમ ગુજરાત સરકાર પાસે પડેલી છે
આપ ગુજરાત કિસાન સંગઠન પ્રદેશ ઉપાધ્યક્ષ રમસુભાઈ હઠીલા ના આયોજનથી અલ્કેશભાઇ કિશોરી ની ઉપસ્થિતિ આપ દાહોદ દ્વારા માંગણી કરી કે ગુજરાત સરકાર તાત્કાલિક અસરથી આ રકમ માંથી દાહોદ જિલ્લાના પ્રત્યેક ઘર સુધી પાણી પહોંચાડવા નુ નક્કર આયોજન કરે.આપ દવારા સિંગવડ મામલતદાર શ્રી મારફતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રીને આવેદન આપી રજુઆત કરી સાથે સાથે દાહોદ જિલ્લાના ચૂંટાયેલા સાંસદ ,ધારાસભ્યો દ્વારા દાહોદ જિલ્લામાં નલ સે જળ યોજના સફળ બનાવવા આવે એવી માંગ કરવામાં આવી છે