સિંગવડ તાલુકાના શિક્ષકો માટે શૈક્ષણિક અને વહીવટી ચિંતન શિબિર યોજાઈ..
સીંગવડ તા.૨૬
આજરોજ તા-26/8/2023 ને શનિવાર નાં રોજ સિંગવડ તાલુકાના પ્રાથમિક શિક્ષકો માટે નરસિંહ ભગત આશ્રમશાળા સિંગવડ મુકામે માન. પૂર્વ કેન્દ્રીય મંત્રી અને સાંસદ જશવંતસિંહ ભાભોર ની પ્રેરક ઉપસ્થિતિમાં અને દાહોદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.ડી. મુનિયા ના માર્ગદર્શન હેઠળ વહીવટી તથા શૈક્ષણિક માર્ગદર્શન ચિંતન શિબિર યોજાઇ. ટી પી ઇ ઓ કનુભાઈ ભરવાડ દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું જશવંતસિંહ એસ ભાભોર દ્વારા સૌ ને પ્રેરણાત્મક માર્ગદર્શન આપી શિક્ષણમાં ઉતરોતર પ્રગતિ થાય તેવી શુભકામનાઓ પાઠવી હતી. જશવંતસિંહ ભાભોર દ્વારા સૌના માટે ભોજન વ્યવસ્થા પણ કરવામાં આવી હતી
ચિંતન શિબિરમાં માર્ગદર્શક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી એન.ડી.મુનિયાએ પ્રાથમિક શાળા કક્ષાએ આચાર્યની ભૂમિકા,વર્ગખંડમાં શિક્ષકની ભૂમિકા,સી.આર.સી.ની જવાબદારી સાથે-સાથે વિવિધ વહીવટી તથા શૈક્ષણિક મુદ્દાઓ પર ખૂબ જ ઉંડાણપૂર્વક વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.હાજર રહેલા તમામ આચાર્યો તથા સી.આર.સી.મિત્રો પાસે પ્રશ્નોત્તરી ના માધ્યમથી ઘણા બધા મુદ્દાઓની ગહન ચર્ચા કરવામાં આવી હતી.શાળા કક્ષાએ શિક્ષકો દ્વારા કરવામાં આવતી શૈક્ષણિક કામગીરીના વખાણ કરી અભિનંદન પાઠવ્યા હતા.સાથે-સાથે આચાર્ય દ્વારા કરવામાં આવતી વહીવટી કામગીરીના પણ વખાણ કર્યા હતા.
ચિંતન શિબિરમાં સિંગવડ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી કનુભાઈ ભરવાડ,બી.આર.સી.કો.ઓર્ડીનેટર સામજીભાઈ કામોળ,પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ સુરતાનભાઈ કટારા,પ્રાથમિક શૈક્ષિક મહાસંઘ નાં અધ્યક્ષ દેશિંગભાઈ તડવી, જીલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દાહોદના બંને સંગઠનનાં જિલ્લાના હોદેદારો,તાલુકાના પ્રાથમિક શિક્ષક સંઘ અને શૈક્ષણિક સંઘ દ્વારા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું.