
કલ્પેશ શાહ :- સિંગવડ
સિંગવડ તાલુકા પંચાયત કચેરી ખાતે મેરી મિટ્ટી મેરા દેશ અંતર્ગત તાલુકાકક્ષાનો કાર્યક્રમ યોજાયો…
સીંગવડ તા.17
સિંગવડ તાલુકા કક્ષાનું મેરી માટી મેરા દેશનો કાર્યક્રમ 17.08.2023 ના રોજ સિંગવડ તાલુકા પંચાયત કચેરી ખાતે યોજાયો હતો.જેમાં “માટીને નમન અને વીરોને વંદન”અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો.જેમાં સિંગવડ તાલુકા પંચાયત પ્રમુખ કાંતાબેન ડામોર પૂર્વ પ્રમુખ સી.કે કિશોરી તાલુકા વિકાસ અધિકારી એસ.એસ.પટેલ સિંગવડ નાયબ મામલતદાર રણધીકપુર પી.એસ.આઇ જે.કે.રાઠોડ તાલુકા હેલ્થ ઓફિસર મુનિયા જિલ્લા પંચાયતના સભ્યો તાલુકા પંચાયત સદસ્યો સરપંચો તથા તાલુકા પંચાયત સ્ટાફ ગ્રામ સેવકો મામલતદાર ઓફિસ સ્ટાફ આરોગ્ય વિભાગના કર્મચારીઓ શિક્ષકો તથા વિદ્યાર્થીઓ જી.આર.ડી જવાનો વગેરે આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે મેરી મિટ્ટી મેરા દેશના કાર્યક્રમની શરૂઆત રણધીપુર પોલીસ સ્ટેશનમાંથી તિરંગા યાત્રા નીકળવામાં આવી હતી.જે સિંગવડ તાલુકા પંચાયત ખાતે પૂર્ણ કરવામાં આવી હતી.તાલુકા પંચાયત ઓફિસ ખાતે સૌ ભેગા થઈ દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનાર વીરોના સન્માનમાં શીલા ફલકનું પૂજન કરવામાં આવ્યું હતું. તથા દીવો તથા માટી લઈ ને પંચ પ્રાણ પ્રતિજ્ઞા લેવામાં આવી હતી જ્યારે આ પ્રતિજ્ઞા લઈ વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.અને આર્મી જવાનોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં નિવૃત્ત તથા ચાલુ આર્મી જવાનો પણ હાજર રહી કાર્યક્રમની શોભા વધારી હતી.